મૃતક યુવકની પત્ની અને તેનો પ્રેમી ફરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુરમાં પતિ,પત્ની ઓર વોના કિસ્સાનો કરૂણ અંજામ આવ્યો છે. આ પ્રકરણના લીધે ચોકડી ગામના આશાસ્પદ યુવાને ઝેર પી આત્મહત્યા કરી છે. પત્નીના પ્રેમી સાથે બોલાચાલી થતાં યુવકે વખ ઘોળ્યું હતું. આત્મહત્યાના પગલે યુવકની પત્ની અને તેનો પ્રેમી ફરાર થઈ ગયા છે. પોલીસે યુવકની પત્ની અને તેના પ્રેમીને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી છે.
આમ પત્નીના પ્રેમીના લીધે યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવાનના કુટુંબીઓનું કહેવું છે કે યુવકની પત્ની અને તેના પ્રેમી સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આજે અમે અમારો પુત્ર ગુમાવ્યો છે. તેના લીધે અમારો પરિવાર નોંધારો બની ગયો છે. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. પોલીસે યુવકનો મોબાઇલ ફોન કબ્જે કર્યો છે. પોલીસને આશા છે કે તેના ફોનમાંથી જરૂરી વિગતો મળી આવશે.