Last Updated on by Sampurna Samachar
પતિ – પત્નીએ તંત્ર – મંત્રના ચક્કરમાં બાળકીની બલિ ચડાવી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના દુબગ્ગા વિસ્તારમાં ૮ વર્ષની બાળકીનું અપહરણ અને હત્યાના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કરી દીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તંત્ર-મંત્રના કારણે પતિ-પત્નીએ બાળકીની હત્યા કરી નાખી. હત્યારોપી મહિલા જુગનૂને પોલીસે ધરપકડ કરી લીધી. જુગનૂએ પોતાના પતિ સોનૂ પંડિત સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે શંકાના આધાર પર સોનૂ પંડિત સાથે પૂછપરછ કરી હતી.
પૂછપરછ બાદ સોનૂ પંડિતે આત્મહત્યા કરી લીધી હતી. સોનૂ પંડિતના મોબાઈલના રિસાઈકલ બિનમાંથી એક મેસેજ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ”મારા નંબર પર કોલ ન કરો, આ સર્વિલાન્સ પર છે.” આ મેસેજથી પોલીસની શંકા પાક્કી થઈ.
પૂછપરછમાં આરોપી મહિલા જુગનૂએ હત્યાની વાત કબૂલ કરી લીધી. જુગનૂએ જણાવ્યું કે, તેના પતિ સોનૂ પંડિત પર જિન્ન આવતું હતું અને તે બલિ માંગી રહ્યો હતો. જે બાદ તેમણે લવિંગ અને ફૂલની પૂજા કર્યા બાદ બાળકીની હત્યા કરી નાખી.
જુગનૂએ જણાવ્યું કે, પતિએ પહેલા તેનું ગળું દબાવ્યું અને બાદમાં દીવાલ સાથે માથું ઘસીને મારી નાખી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આખી રાત લાશ સાથે રહ્યો. ત્યારબાદ બાળકીની લાશને સાયકલ પર પોટલામાં નાખીને નાળા સુધી લઈ ગયો અને ત્યાં જઈને ફેંકી દીધી. ત્યારબાદ આરોપી સોનૂ પંડિત ત્યાંથી ભાગી ગયો.
આપને જણાવી દઈએ કે, ૨૩ જાન્યુઆરીએ દુબગ્ગાથી ૮ વર્ષની બાળકી ગુમ થઈ હતી. ૧ ફેબ્રુઆરીના રોજ બાળકીની લાશ સૈરપુરમાં એક નાળામાંથી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં તો જુગનૂએ ખૂબ જ હોબાળો કર્યો. પણ જ્યારે તેની સાથે પૂછપરછ શરુ કરી તો તેણે હત્યાની વાત કબૂલ કરી લીધી. પોલીસ પૂછપરછમાં પત્ની જુગનૂએ જણાવ્યું કે, ઘટનાવાળી સાંજે જ્યારે બાળકી શાકભાજી વેચવા નીકળી તો સોનૂએ તેને ફોસલાવીને ઘરે લઈ આવ્યો. બાદ ચા બનાવવા માટે કહ્યું. બધાએ ચા પીધી અને ત્યારબાદ સોનૂએ જુગનૂને કહ્યું કે, તેના પર આવતું જિન્ન કેટલાય સમયથી બલિ માંગી રહ્યું છે. આજે બલિ આપીને તેની ડિમાન્ડ પૂરી કરી દઈએ. ત્યારબાદ બાળકીનું ગળું દબાવી દીધું. જુગનૂએ ના પાડી તો તેને પણ મારવા લાગ્યો. આ બાળકી બેભાન થઈને પડી ગઈ. બાદમાં સોનૂએ દીવાલ સાથે માથું લગાવીને તેને મારી નાખી.