પૈસાની ઉઘરાણી કરતા પતિ પિત્તો ગુમાવ્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમદાવાદમાં વીએચપીના કાર્યકરે પત્નીને ઢોર માર માર્યો

પીડિતાના જણાવ્યા અનુસાર, તેના પતિ અમિતે તેના ફઈ પાસેથી અંદાજે ૧૫થી ૨૦ લાખ રૂપિયા લીધા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમદાવાદના રાણીપ વિસ્તારમાં પારિવારિક હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વ્યાજનો ધંધોકરતા અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર અમિત નામના શખસે પોતાની પત્ની અને ૧૭ વર્ષીયદીકરી પર જીવલેણ હુમલો કરી ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સિવિલહોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર, વિવાદની શરૂઆત ઉછીના લીધેલા રૂપિયાની માંગણીથી થઈ હતી. પીડિતાનાજણાવ્યા અનુસાર, તેના પતિ અમિતે તેના ફઈ પાસેથી અંદાજે ૧૫થી ૨૦ લાખ રૂપિયા લીધા હતા. જ્યારેપીડિતાનો ભાઈ પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવ્યો, ત્યારે અમિત ઉશ્કેરાઈ ગયો હતો અને પરિવારનેગાળો ભાંડી ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. ત્યારબાદ આવેશમાં આવી ગયેલા અમિતે ઘરમાં રહેલામેટલના શોપીસ અને બેટ વડે પત્ની પર હુમલો કર્યો હતો.

લોહીલુહાણ દ્રશ્યો જો ૧૭ વર્ષીય દીકરી તેની માતાને બચાવવા વચ્ચે પડી

પતિના હુમલામાં પત્નીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ દ્રશ્યો જો ૧૭ વર્ષીય દીકરી તેની માતાને બચાવવા વચ્ચે પડી હતી, પરંતુ પિતાએ તેને પણ ઢોર માર માર્યો હતો. અંતે દીકરીએ હિંમતદાખવી પોલીસને જાણ કરતા આરોપી અમિત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ‘પતિ અમિત, સાસુ અને જેઠ છેલ્લા ઘણાં સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યા છે. પતિએ બીજા લગ્ન પણ કરી લીધા છે અનેમારા પિયરમાંથી મળેલું દહેજ, ચાંદીની દુકાન તેમજ મારા નામના મકાનો વેચીને પૈસા પચાવી પાડ્યા છે. અગાઉપણ મને બે વખત આપઘાત કરવા માટે પણ મજબૂર કરવામાં આવી હતી.‘

રાણીપ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી અમિતની ધરપકડકરી લીધી છે. પોલીસ હવે મહિલાનું વિગતવાર નિવેદન નોંધી રહી છે અને પીડિતાએ રજૂ કરેલા મારામારીનાવીડિયો તેમજ ફોટાના પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.