Last Updated on by Sampurna Samachar
પતિને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો
પોલીસે CCTV ફૂટેજ તપાસી આગળ તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના રોહતાસમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક દંપતી ભાડાના મકાનમાં રહેતું હતું. બંને રાજીખુશીથી રહેતા હતા, પણ એક રાતે બધું વેરવિખેર થઈ ગયું. અડધી રાતે પતિનો અવાજ સંભળાયો, તો તેની ઊંઘ ઉડી ગઈ. ઉઠીને જોયું તો પત્ની બે પ્રેમીઓ સાથે હતી, તેણે જોરથી ચીસો પાડી. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે, આ બંને સાથે યુવકને મારામારી થઈ ગઈ. મારપીટ અચાનક હત્યામાં બદલાઈ ગઈ અને બંને છતના રસ્તે ઘરમાંથી ભાગવા લાગ્યા. આ મામલામાં કેટલાય ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ મામલો બિહારના રોહતાસ જિલ્લાના ડેહરી વિસ્તારનો છે. જ્યાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. ઈદગાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા ૪૫ વર્ષીય મોહમ્મદ અશરફની શંકાસ્પદ હાલતમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના પાછળ પ્રેમ પ્રસંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની પુષ્ટિ ખુદ પોલીસ કરી રહી છે.
મહિલાની ચાલઢાલ પહેલાથી શંકાસ્પદ
જાણકારી અનુસાર, મોહમ્મદ અશરફની પત્નીને એ જ ફળિયાના અમુક લોકો સાથે આડા સંબંધ હતા. ગત રાતે મોહમ્મદ અશરફ પોતાના રૂમમાં સુતો હતો, ત્યારે અમુક યુવક તેના ઘરમાં ઘૂસી ગયા હતા. કહેવાય છે કે, પત્નીને પહેલાથી તેમની સાથે કોન્ટેક્ટ હતો અને તેને જ મળવા માટે અડધી રાતે ઘરનો દરવાજો પણ ખુલ્લો રાખ્યો હતો.
જ્યારે મોહમ્મદ અશરફની આંખ ખુલી અને તેણે પોતાની પત્નીને બે અજાણ્યા યુવકો સાથે વાંધાજનક સ્થિતિમાં જોયા તો તે જોરથી ચીસો પાડવા લાગ્યા. બૂમો સાંભળીને આરોપી યુવક છતના રસ્તે ભાગવા લાગ્યો, પણ ત્યાં સુધીમાં મોહમ્મદ અશરફને ગંભીર ઈજા થઈ ચૂકી હતી. આશંકા છે કે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી છે. પાડોશીઓએ ચીસો સાંભળી પોલીસને જાણ કરી દીધી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ઘટનાસ્થળેથી બે શંકાસ્પદ યુવકોની ધરપકડ કરી છે, જેમની સાથે પૂછપરછ થઈ રહી છે.
પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં આ મામલો પ્રેમ પ્રસંગનો લાગી રહ્યો છે. મોહમ્મદ અશરફની પત્ની સાથે પણ પૂછપરછ થઈ રહી છે. પાડોશીઓ અનુસાર, મહિલાની ચાલઢાલ પહેલાથી જ શંકાસ્પદ હતી અને ફળિયામાં ઘણી વાર તેને લઈને વાતો પણ થઈ ચૂકી હતી. હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ઘરની આજુબાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પોલીસ ખંગાળી રહી છે. જેથી જાણી શકાય કે તે રાતે કેટલાય લોકો ઘરમાં હતા અને કયા રસ્તેથી ભાગ્યા છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.