Last Updated on by Sampurna Samachar
આરોપીએ ખાલી પ્લોટમાં બિલાડીને લઇ જઇ કરી હત્યા
એનિમલ એક્ટ મુજબની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં બિલાડીની ક્રૂરતાપૂર્વક હત્યા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. વાડજ પોલીસે ગુનો નોંધીને એક આરોપીને ઝડપી પાડ્યો છે. વીડિયોમાં દેખાતા રાહુલ દંતાણીને ઝડપીને કાર્યવાહી કરાઈ છે.

મળતી માહિતી મુજબ રાહુલની ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કર્યો હતો. ડોક્ટરે આ હુમલાથી પત્નીના ગર્ભને જોખમ હોવાનું કહ્યું હતું. જેથી પતિએ ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કરતા તેને મારી નાંખી હતી.
વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી
અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં બિલાડીની ક્રૂરતા પૂર્વક હત્યા કરવાનો મામલો નોંધાયો છે. એક જીવદયા પ્રેમીની એનિમલ એક્ટ મુજબની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીની પત્ની ગર્ભવતી છે તે બિલાડીને દૂધ પીવડાવવા જતાં બિલાડી અચાનક ભડકી હતી અને તેની પર એટેક કર્યો હતો. જેથી તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી. ડોક્ટરે ગર્ભમાં જોખમ હોવાનુ કહેતા જ આરોપી ઉશ્કેરાયો હતો.
આરોપીએ બિલાડીને કોથળામાં પૂરીને AMC ના ખાલી પ્લોટમાં લઈ જઈને બિલાડીને ક્રૂરતા પૂર્વક મારી નાંખી હતી. બલોલનગરના ઔડાના મકાનમાં આ આરોપી રહેતો ત્યાંના રહીશોએ બિલાડીને પાળી હતી. વાડજ પોલીસે આરોપી રાહુલ દંતાણીની ધરપકડ કરી તેની સામે ફરિયાદ નોંધી હતી. તેની સાથે આ ઘટનામાં અન્ય આરોપીઓની સંડોવણીને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.