Last Updated on by Sampurna Samachar
આંધ્ર પ્રદેશના કુરનૂલમાં નવી દુલ્હને માતાની મદદથી પતિની કરી હત્યા
પોલીસે દુલ્હન અને તેની માતાની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હનીમૂન પર ઈન્દોરના ટ્રાંસપોર્ટ વેપારી રાજા રઘુવંશીના મર્ડરના આરોપમાં ધરપકડ સોનમ રઘુવંશીએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. આવી જ રીતનો વધુ એક શોકિંગ કેસ આંધ્ર પ્રદેશમાંથી સામે આવ્યો છે. આંધ્ર પ્રદેશના કુરનૂલમાં લગ્નના એક મહિના બાદ નવી દુલ્હને પતિની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હત્યાના આરોપમાં પોલીસે દુલ્હન અને તેની માતાની ધરપકડ કરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો ૩૨ વર્ષના તેજેશ્વરના લગ્ન ૧૮ મેના રોજ થયા હતા. ૧૭ જૂને તેની લાશ એક નહેરમાં મળી હતી. તે ડાન્સ ટીચર હતો. પ્રાઈવેટ લેન્ડ સર્વેયરનું પણ કામ કરતો હતો. તેજેશ્વરના પરિવારે આરોપ લગાવ્યો છે કે, તેની પત્ની એશ્વર્યાને અફેર હતું. પોલીસે એશ્વર્યા અને તેની મા સુજાતાની ધરપકડ કરી પૂછપરછ કરી છે. સીનિયર ઓફિસરે જણાવ્યું કે આ કેસમાં તપાસ ચાલી રહી છે.
માં અને દિકરીનો પ્રેમ એક જ !!
તેજેશ્વરના પરિવારના જણાવ્યા અનુસાર, એશ્વર્યાની મા એક બેન્કમાં કામ કરે છે. મા સુજાતા અને એશ્વર્યાનો પ્રેમ એક બેન્કમાં કર્મચારી છે. નવાઈની વાત એ છે કે, એશ્વર્યાએ તેજેશ્વર સાથે પ્રેમ સંબંધ બનાવ્યા અને લગ્ન માટે રાજી થઈ ગઈ. લગ્ન ફેબ્રુઆરી ૨૦૨૫માં થવાના હતા, પણ એશ્વર્યા અચાનક ગાયબ થઈ ગઈ. બાદમાં તે પરત ફરી અને તેજેશ્વર સાથે લગ્ન કર્યા. તેજેશ્વરના પરિવારનું કહેવું છે કે, તેમણે એશ્વર્યા સાથે લગ્ન નહીં કરવાને લઈને ખૂબ સમજાવ્યો, પણ તે માન્યો નહીં.
કહેવાય છે કે, ૧૬ મેના રોજ એશ્વર્યા અચાનક પાછી આવી ગઈ, તેણે બધા પાસે માફી માંગી. કહ્યું કે, દહેજનું તેની મા પર બહુ પ્રેશર હતું, એટલા માટે તે પોતાની બહેનપણીના ઘરે જતી રહી હતી. એશ્વર્યાએ કહ્યું કે, તે તેજેશ્વર સાથે લગ્ન કરવા માંગતી હતી. બંને પરિવારે થોડા સંકોચ બાદ લગ્ન કરી લીધા. અસલી કહાની લગ્ન બાદ શરુ થઈ. એશ્વર્યા આખો દિવસ કોઈ સાથે ફોનમાં વાતો કરતી રહેતી. તેજેશ્વરે એક બે વાર ફોન કોલ વિશે જાણવાની કોશિશ કી તો એશ્વર્યા વાત ટાળી દેતી.
પછી આવ્યો ૧૭ જૂનનો દિવસ. તેજેશ્વર ઘરેથી સવાર સવારમાં કામે જવા નીકળ્યો, પછી ક્યારેય પાછો આવ્યો જ નહીં. ભાઈએ કુરનૂલ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસે જ્યારે એશ્વર્યાની કોલ ડિટેલ ચેક કરી તો ચોંકાવનારી વાતો સામે આવી. એશ્વર્યા સતત એ બેન્ક કર્મચારી સાથે કોન્ટેક્ટમાં હતી, જેની સાથે તે લગ્ન પહેલા ભાગી હતી. એશ્વર્યા અને આ બેન્ક કર્મચારી વચ્ચે લગભગ ૨૦૦૦ વાર વાત થઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, એશ્વર્યાને પોતાના પતિ સાથે કોઈ પ્રેમ હતો નહીં. તે ખાલી તેની સંપત્તિ હડપવા માંગતી હતી. તપાસમાં ખુલાસો થયો કે બેન્કકર્મીએ જ હત્યારાઓ પાસે તેજેશ્વરનું મર્ડર કરાવ્યું. તેજેશ્વરને હત્યારાઓએ જમીનનો સર્વે કરવાના નામ પર ૧૭ જૂને બોલાવ્યો હતો, પછી તેની હત્યા કરી લાશ પન્યામ પાસે નહેરમાં ફેંકી દીધી.
પૂછપરછ દરમ્યાન એશ્વર્યા અને તેની માતા સુજાતાએ ખુલાસો કર્યો કે, બંને એક જ બેન્ક કર્મચારીને પ્રેમ કરતી હતી. સુજાતા બાદ એશ્વર્યાએ પણ બેન્કકર્મી સાથે સંબંધ રાખ્યા હતા. લગ્નના બીજા જ દિવસે એશ્વર્યાએ પોતાનું અસલી રુપ દેખાડવાનું શરુ કરી દીધું. તે તેજેશ્વર સાથે સારી રીતે વાત પણ નહોતી કરતી.