આ ચકચારી કિસ્સો છે કર્ણાટકનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને આવેલી યુવતી સાથે પોલીસ સ્ટેશનમાં જે થયું તે જાણીને રૂંવાડા ઊભા થઈ જશે. આ પોલીસ સ્ટેશનના DSP એ યુવતીનું યૌન શોષણ કર્યું. ઘટના ત્યારે સામે આવી, જ્યારે પોલીસ ચોકીમાં ચાલી રહેલી આ કરતૂતનો કોઈએ વીડિયો બનાવી લીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને DSP ને સસ્પેન્ડ કરી તેની ધરપકડ કરી લીધી.
આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર ૫૮ વર્ષિય અધિકારીની ઓળખ રામચંદ્રપ્પા તરીકે થઈ છે અને તે મધુગિરીમાં DSP ના પદ પર તૈનાત હતો. કથિત વીડિયોમાં વરિષ્ઠ પોલીસ અધિકારી મહિલા સાથે દુર્વ્યવહાર કરતો દેખાય છે. જેમાં મધુગિરી શહેરની એક પીડિત મહિલા જમીન વિવાદની ફરિયાદ લઈને ડેપ્યુટી SP ની ઓફિસમાં આવી હતી. કથિત ઘટના ગુરુવારે થઈ છે. જ્યારે મહિલા તુમકુરુમાં રામચંદ્રપ્પાની ઓફિસમાં ગઈ હતી. અહીં DSP એ તેની ફરિયાદ સાંભળવા માટે કેબિનમાં બોલાવી. ત્યારબાદ મહિલા સાથે ગંદી વાતો કરી. મહિલાને કેબિનની બાજુમાં આવેલા બાથરૂમમાં લઈ ગયો.
DSP એ મહિલાના કપડાં ઉપર કર્યા અને તેની સાથે ગંદી હરકત કરવાની શરૂ કરી દીધી. પોતાની પેન્ટની જીપ ખોલી અને પોતાનું પેનિસ મહિલાના મોંમાં આપી દીધું. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા નીચે બેસીને ઊભી થાય છે. તેની નજર બારીમાંથી બનાવવામાં આવતા વીડિયો પર પડી. બાદમાં DSP અને મહિલા ભાગતા દેખાયા. આ વીડિયો બનાવનારો પણ ત્યાંથી ભાગી જાય છે.
આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પાવગડા શહેરની પીડિત મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો અને ડેપ્યુટી SP એ કથિત રીતે પોતાના પદનો ફાયદો ઉઠાવીને મહિલાનું યૌન શોષણ કર્યું. એવી શંકા છે કે, મહિલા સાથે આવેલા તેના એક સંબંધીએ છુપાઈને આ વીડિયો રેકોર્ડ કરી લીધો અને ઓનલાઈન વાયરલ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે .