Last Updated on by Sampurna Samachar
ચેરમેન , વા.ચેરમેન સહિત સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરાઇ
સૌથી વધુ આવક કપાસ અને મગફળીની
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ માર્કેટ યાર્ડ બહાર ૧,૦૫૦થી વધુ વાહનોના થપ્પા લાગ્યા હતા. જેમાં સૌથી વધુ આવક કપાસ અને મગફળીની થઈ છે. કપાસ અને મગફળીના પાકની સાથે સાથે અન્ય જણસીની પણ આવક થઈ છે. જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વા. ચેરમેન તથા ડિરેક્ટરઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.

યાર્ડમાં આજે જાડી મગફળીની આવક ૨,૪૦૦ ક્વિન્ટલ અને ઝીણી મગફળીની આવક ૨,૪૦૦ ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો જાડી મગફળીનો ભાવ ૮૪૦ થી ૧,૧૭૫ રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ ૯૨૦થી ૧,૩૨૦ રૂપિયા બોલાયો હતો. જ્યારે કપાસની આવક ૩,૬૦૦ ક્વિન્ટલ થઈ હતી. કપાસનો ભાવ ૧,૩૦૦થી ૧,૫૭૧ રૂપિયા બોલાયો હતો.
યાર્ડમાં પીળા , સફેદ ચણાની આવક થઇ
યાર્ડમાં તલની આવક ૩,૦૦૦ ક્વિન્ટલ થઈ છે. તલનો ભાવ ૧,૮૫૦થી ૨,૩૦૦ રૂપિયા એક મણનો બોલાયો હતો. કાળા તલની આવક ૫૨૦ ક્વિન્ટલ થઈ હતી. કાળા તલનો ભાવ ખેડૂતોને ૩,૪૨૫થી ૪,૬૫૦ રૂપિયા એક મણનો મળ્યો હતો. ટુકડા ઘઉંની આવક ૧,૨૪૦ ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક ૫૦ ક્વિન્ટલ થઈ હતી.
ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ૫૧૪થી ૬૧૧ રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ ૫૧૯થી ૫૪૭ રૂપિયા એક મણનો બોલાયો હતો. યાર્ડમાં મગના પાકની આવક ૧,૦૪૦ ક્વિન્ટલ થઈ હતી. મગનો ભાવ ખેડૂતોને ૯૦૦ થી ૧,૫૫૦ રૂપિયા એક મણનો મળ્યો હતો. યાર્ડમાં મગની સાથે સાથે પીળા અને સફેદ ચણાના પાકની પણ આવક થઈ હતી.
પીળા ચણાની આવક ૬૪૦ ક્વિન્ટલ અને સફેદ ચણાની આવક ૧,૩૦૦ ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો પીળા ચણાનો ભાવ ૯૨૫થી ૧,૧૧૧ રૂપિયા અને સફેદ ચણાનો ભાવ ૧,૧૫૧ રૂપિયાથી ૧,૯૯૦ રૂપિયા એક મણનો મળ્યો હતો.
યાર્ડમાં બટાકાની આવક ૩,૬૦૦ ક્વિન્ટલ થઈ હતી. બટાકાનો ભાવ ખેડૂતોને ૨૫૧થી ૬૩૧ રૂપિયા મળ્યા હતા. જ્યારે ટામેટાની આવક ૧,૬૯૧ ક્વિન્ટલ થઈ હતી. ટામેટાના ભાવ ૩૨૫થી ૫૧૮ રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. ડુંગળીની આવક ૨,૨૯૮ ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીનો ભાવ ૫૧થી ૨૬૫ રૂપિયા મળ્યો હતો.