Last Updated on by Sampurna Samachar
૨૦૨૫ના અંતની ઉજવણી ફક્ત માઉન્ટ આબુમાં જ
હોટલોનો ભાડા ડબલ કરતાં પણ વધારે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અતિશય ઠંડીમાં પણ માઉન્ટ આબુમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી છે. આબુમાં એકબાજુ કાતિલ ઠંડી પડી રહી છે અને બીજી તરફ મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા માટે જઈ રહ્યા છે. જેમાં આ ભીડ નાતાલ અને ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈને અહીંયા જોવા મળી રહી છે.

ડિસેમ્બરના અંતિમ દિવસોમાં માઉન્ટ આબુનો નજારો કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
પ્રવાસીઓએ કાતિલ ઠંડીની મોજ લીધી
ઘણા બધા લોકો એવા છે કે જેઓ શનિ-રવિની રજાઓમાં માઉન્ટ આબુમાં ફરવા માટે જતા હોય છે. જોકે આ વખતે તો શનિ-રવિની રજાની સાથે હવે ૩૧ ડિસેમ્બર પણ નજીક છે. જેને લઈને મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ત્યાં ફરવા માટે ગયા છે.વાત કરીએ તો વહેલી સવારે અહીંયા બરફના થર જામેલા જોવા મળે છે. તેમ છતાં જાણે કે પ્રવાસીઓ આ કાતિલ ઠંડીની મોજ લઈ રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
મોટી સંખ્યામાં લોકોએ અહીંયા પહેલાથી હોટલોના રૂમ બુક કરાવી લીધા છે. સાથે જ જે પણ હોટલોના રૂમ ખાલી છે ત્યાં ભાડું ડબલ કરતા પણ વધારે છે. તેમ છતાં લોકો અહીંયા મોજથી ફરવા માટે આવી રહ્યા છે. ૨૦૨૫ના અંતની ઉજવણી તો જાણે માઉન્ટ આબુમાં જ જાેવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં પણ ગુજરાતીઓ મોટી સંખ્યામાં આબુ ફરવા જતા હોય છે. આ સિવાય શનિ-રવિની રજાઓમાં પણ માઉન્ટ આબુનો પ્લાન લોકો કરતા હોય છે. જોકે હાલ ૩૧ ડિસેમ્બર અને નાતાલને લઈને મોટા પ્રમાણમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓની ભીડ જામેલી છે.