Last Updated on by Sampurna Samachar
સરકાર એઆઈ આસિસ્ટન્ટ બનાવવા પર વિચારે છે
અલ્બાનિયા દેશે AI મંત્રી ડિએલાની નિમણૂંક કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અલ્બાનિયા દુનિયાનો એવો પ્રથમ દેશ છે, જેણે સત્તાવાર રીતે પોતાના કેબિનેટમાં એક AI મંત્રીને સામેલ કર્યાં છે. તે સંપૂર્ણ રીતે AI થી બનેલી છે. તેનું નામ ડિએલા રાખવામાં આવ્યું છે. ડિએલાની નિમણૂંકની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી, પરંતુ હવે સમાચાર છે કે AI થી બનેલી મંત્રી ગર્ભવતી પણ થઈ ગઈ છે.

કહેવામાં આવી રહ્યું છે કે AI ડિએલા ૮૩ બાળકોને જન્મ આપશે. અલ્બાનિયાના પ્રધાનમંત્રી એડી રામાએ આ સંબંધમાં જાણકારી આપી છે. તમે સાંભળીને ચોંકી ગયા હશો કે આખરે એઆઈથી બનેલી મંત્રી કઈ રીતે ગર્ભવતી થઈ અને તે એક સાથે ૮૩ બાળકોને જન્મ કઈ રીતે આપી શકે છે.
ખાતરી કરી શકાય કે તે ૧૦૦ ટકા ભ્રષ્ટાચારમુક્ત
હકીકતમાં અલ્બાનિયાની સરકાર દરેક સાંસદ માટે એઆઈ આસિસ્ટન્ટ બનાવવા પર વિચાર કરી રહી છે. તેને તેણે ડિએલાના ગર્ભવતી હોવા અને ૮૦ બાળકોને જન્મ આપવા સાથે જોડીને દેખાડ્યું છે. બર્લિંગમાં ગ્લોબલ ડાયલોગમાં અલ્બાનિયાના પ્રધાનમંત્રીએ કહ્યુ- અમે ડિએલાની સાથે એક મોટો જોખમ ઉઠાવ્યું છે અને તેમાં સફળ રહ્યાં. ડિએલા ગર્ભવતી છે અને તેના પેટમાં ૮૩ બાળકો છે.
તેમના મતે, “આ બાળકો, અથવા સહાયકો, સંસદમાં દરેક ઘટના રેકોર્ડ કરશે અને સાંસદોને ચૂકી ગયેલી ઘટનાઓ અને ચર્ચાઓ વિશે માહિતી આપશે. દરેક બાળક સાંસદોના સહાયક તરીકે કાર્ય કરશે. તેઓ સાંસદોને સૂચનો પણ આપશે. તેમને તેમની માતા, ડીએલા વિશે પણ જાણકારી હશે.”
અલ્બેનિયા ૨૦૨૬ સુધીમાં આ સિસ્ટમને સંપૂર્ણપણે લાગુ કરવા માટે કામ કરી રહ્યું છે. અલ્બેનિયાના પ્રધાનમંત્રી એડી રામાએ કહ્યું, “ધારો કે તમે કોફી પીવા ગયા હતા અને કામ પર આવવાનું ભૂલી ગયા છો. આ બાળકો હોલમાં જે કહેવામાં આવ્યું હતું તેનું પુનરાવર્તન કરશે. તેઓ સાંસદોને કહેશે કે કોને વળતો હુમલો કરવો. જ્યારે હું આગલી વખતે આવીશ, ત્યારે ડીએલાના બાળકો માટે ૮૩ સ્ક્રીનો પણ હશે.”
મહત્વનું છે કે ડિએલાની નિમણૂંક સપ્ટેમ્બરમાં અલ્બાનિયાની જાહેર ખરીદ સિસ્ટમને સંપૂર્ણ પારદર્શી ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કરવામાં આવી હતી. એઆઈ દ્વારા નિર્મિત આ મંત્રીને પરંપરાગત અલ્બાનિયાઈ પોશાકમાં એક મહિલાના રૂપમાં દેખાડવામાં આવી છે. ડિએલા જાહેર ટેન્ડરોને લગતા તમામ ર્નિણયો લેવા માટે જવાબદાર છે, જેથી ખાતરી કરી શકાય કે તે ૧૦૦ ટકા ભ્રષ્ટાચારમુક્ત છે.