Last Updated on by Sampurna Samachar
મૃતદેહની દુર્ગંધ રોકવા ખાસ રસાયણો અને ફલેટનુ AC સતત ચાલુ રાખ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નાઈથી એક ભયાનક હત્યાનો મામલો સામે આવ્યો છે. ૩૪ વર્ષીય હોમિયોપેથી ડોક્ટર સેમ્યુઅલ એબેનેઝર સંપથે તેની ૩૭ વર્ષીય ગર્લફ્રેન્ડ સિન્થિયાની હત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિન્થિયાના પિતા સેમ્યુઅલ શંકરના મૃત્યુ પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો. સિન્થિયાએ તેના પિતાના મૃત્યુ માટે સંપથને દોષી ઠેરવ્યો હતો. જેનાથી વિવાદ વધ્યો. લડાઈ દરમિયાન, સંપથે ગુસ્સામાં સિન્થિયાને એટલો જોરથી ધક્કો માર્યો કે તે બેભાન થઈ ગઈ અને બાદમાં તેનું મૃત્યુ થયું.
પોતાની ગર્લફ્રેન્ડ અને તેના પિતાની હત્યા કર્યા પછી, આરોપી ડૉક્ટરે તેમના મૃતદેહ ચાર મહિના સુધી પોતાના ફ્લેટમાં છુપાવી રાખ્યા. મૃતદેહોને સડી ન જાય તે માટે, તેણે તેમના પર ખાસ રસાયણો પણ લગાવ્યા અને રૂમમાં એર કન્ડીશનર સતત ચાલુ રાખ્યું. આ બાબતના ખુલાસા બાદ પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આરોપી ડૉક્ટર પોતાના ફ્લેટમાં એસી ચાલુ રાખીને કાંચીપુરમ પોતાના સંબંધીઓને મળવા ગયો હતો. સંપતને લાગતું હતું કે એસી અને રસાયણોની મદદથી તે બચી જશે, પરંતુ જાન્યુઆરીના અંત સુધીમાં એપાર્ટમેન્ટમાં મૃતદેહોની ગંધ ફેલાઈ ગઈ. ત્યારબાદ ચિંતિત પડોશીઓએ પોલીસને આ બાબતની જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફ્લેટ ખોલ્યો અને અંદરનું દ્રશ્ય જોઈને તેઓ ચોંકી ગયા. ફ્લેટની અંદર બે મૃતદેહ મળી આવ્યા હતા, જે સડી રહ્યા હતા. આ પછી પોલીસે આરોપી સંપથની ધરપકડ કરી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, આરોપી સેમ્યુઅલ એબેનેઝર ઓસ્ટ્રિયાનો રહેવાસી છે અને તે સિન્થિયાને સોશિયલ મીડિયા પર મળ્યો હતો. સેમ્યુઅલ એબેનેઝર સપ્ટેમ્બર ૨૦૨૪ થી સિન્થિયા અને તેના પિતા સાથે ચેન્નાઈના થિરુમુલ્લાઇવોયલમાં રહેતો હતો. પોલીસનું કહેવું છે કે શંકરના મૃત્યુ પછીના વિવાદને કારણે આ ઘટના બની.