Last Updated on by Sampurna Samachar
દંપતીના મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયા હોવાની માહિતી
સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આઘાતમાં મૂકી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હોલીવુડ ઇન્ડ્રસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ જગતના જાણીતા ફિલ્મમેકર રોબ રેઇનર અને તેમની પત્ની મિશેલ સિંગર લોસ એન્જલસ સ્થિત તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આઘાતમાં મૂકી દીધી છે. તેમની અચાનક અને રહસ્યમય મોતને કારણે અનેક સવાલો ઊભા થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દંપતીના મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયા છે અને મામલાની તપાસ હત્યાના એંગલથી કરવામાં આવી રહી છે. કેટલાક સૂત્રોનું માનવું છે કે, રોબ રેઇનર અને તેમની પત્ની મિશેલ સિંગર રેઇનરની હત્યા તેમના દીકરા નિક દ્વારા કરવામાં આવી હતી. જોકે, પોલીસે હજી સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.
ચાર દાયકાથી વધુ સમય સુધી સિનેમા પર રાજ કર્યું
જાણવા મળી રહ્યું છે કે, કપલ પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, ૩૨ વર્ષીય નિક જીવિત છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
રોબ રેઇનર હોલીવુડનું એક જાણીતું નામ હતુ. તેમણે પોતાના પિતા કાર્લ રેઇનરની વિરાસતને આગળ વધારી અને અમેરિકન એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી. કાર્લ રેઇનર ટીવીના ગોલ્ડન એજના મોટા નામોમાં સામેલ હતા. તેમણે યોર શો ઑફ શોઝમાં અભિનય અને લેખન કર્યું અને ધ ડિક વેન ડાયક શો જેવા આઇકોનિક શોનું નિર્માણ કર્યું. આ જ માહોલ રોબ રેઇનરના કરિયરનો મજબૂત પાયો બન્યો હતો.
રોબ રેઇનર હોલીવુડના એવા દિગ્ગજોમાંથી એક છે જેમણે ચાર દાયકાથી વધુ સમય સુધી સિનેમા પર પોતાની છાપ છોડી છે. તેમની પત્ની મિશેલ રેઇનર પણ એક જાણીતા આર્ટિસ્ટ અને સામાજિક કાર્યકર હતા. આ દુ:ખદ ઘટના પછી રોબ રેઇનર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી
પોલીસ ટીમે રેઇનર પરિવારના નજીકના મિત્રો, સ્ટાફ અને છેલ્લા થોડા સમયમાં ઘરમાં આવન-જાવન કરનારા તમામ લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ કેસ પાછળ કોઈ અંગત અદાવત, વ્યવસાયિક દુશ્મની કે પછી માત્ર લૂંટના ઇરાદાથી કરવામાં આવેલો ગુનો છે. મિશેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ હત્યાના કારણ અને સમય અંગે ચોક્કસ માહિતી આપી શકે છે.