Last Updated on by Sampurna Samachar
અમેરિકામાં તેના ઘરમાંથી મળ્યો મૃતદેહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ ડેલ હેડનનું અમેરિકાના પેન્સિલવેનિયામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું કે, કાર્બન મોનોક્સાઈડ લીક થવાને કારણે હેડનનું મૃત્યુ થયું હતું. તે ૭૬ વર્ષની હતી. તેના સોલેબરી ટાઉનશીપ ઘરના બીજા માળના બેડરૂમમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
બક્સ કાઉન્ટીના અધિકારીઓએ કહ્યું કે, ‘સવારે સોલેબરી ટાઉનશિપમાં આવેલા એક ઘરમાં એક વ્યક્તિ બેભાન અવસ્થામાં હોવાની જાણકારી મળી હતી. જેની ઓળખ ૭૬ વર્ષીય એરી.કે. વૉલ્ટર જે.બ્લૂકાસ તરીકે થઇ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા. જ્યારે ઘરના બીજા માળે જ ડેલ હેડન મૃત હાલતમાં મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે ડેલ હેડન ૧૯૭૦ અને ૧૯૮૦ ના દાયકામાં વોગ, કોસ્મોપોલિટન અને એલે તથા એસ્ક્વાયરના કવર પર જોવા મળી હતી. સોલેબરી ટાઉનશીપ પોલીસ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગેસ હીટિંગ સિસ્ટમની નબળી જાળવણી અને ગંદી ચીમનીને કારણે એક્ઝોસ્ટ પાઇપમાંથી ગેસ લીકેજ થયો હતો.