Last Updated on by Sampurna Samachar
વડોદરા સરકારી હોસ્પીટલમાં મુલાકાતે ગયેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીનના વાઈરસે ભારતમાં દેખા દેતા દેશવાસીઓની ચિંતા માટે સરકાર સતત જાગૃત છે. ત્યારે વડોદરાની એક દિવસની મુલાકાત અંતર્ગત સરકારી હોસ્પિટલ ખાતે પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા વાઈરસના લક્ષણો પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે.આ રોગના ટેસ્ટ માટેની કીટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં તે કીટ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો છે.
દેશમાં નોંધાયેલા પ્રથમ કેસ અંગે હાલ વધુ કોઈ માહિતી ન હોવાથી આ અંગે કશું કહેવાનો ઇનકાર કરતા ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, મોટેભાગે આ રોગમાં પણ કોવિડના પ્રોટોકોલ પ્રમાણેના જ લક્ષણો છે. જેમ કે, શરદી થવી, તાવ આવવો, ઉધરસ અને ગળામાં દુખાવો થવો. જેથી તે પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે. આ રોગના ટેસ્ટ માટેની કીટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં તે કીટ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો છે.
સરકાર અને વિવિધ સંસ્થા આ રોગ અંગે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોઈપણ પ્રકારની ગભરાટ કે ચિંતા ઉભી ન થાય તે માટે સરકાર ગંભીર છે. અગાઉ જ્યારે કોવિડની મહામારી ફેલાઈ હતી ત્યારે સરકારે જે પગલાં લીધા તેના કારણે ભારતમાં ઓછું નુકસાન થઈ શક્યું હતું, જે કેન્દ્ર સરકારના સક્ષમ નેતૃત્વના કારણે થઈ શક્યું હતું. આ વાઈરસને હ્યુમન મેટાન્યૂમો વાઈરસના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય? છે. સામાન્ય કિસ્સામાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુઃખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.