Last Updated on by Sampurna Samachar
બોલરોમાં સ્પિનર વરુણ ચક્રવર્તીએ નંબર-૧નો તાજ જાળવી રાખ્યો
ન્યૂઝીલેન્ડના બેટરે નંબર-૧ બનીને રચી દીધો ઈતિહાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC એ આ અઠવાડિયાની નવી રેન્કિંગ જાહેર કરી છે. ત્રણ અઠવાડિયા સુધી ODI માં નંબર ૧ સ્થાન જાળવી રાખ્યા પછી હિટમેન રોહિત શર્માએ તાજ ગુમાવ્યો છે. હવે ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ બન્યો છે. જોકે, અભિષેક શર્મા T20 બેટિંગ રેન્કિંગમાં લાંબા સમયથી નંબર ૧ પર યથાવત છે. પ્રથમ ક્રમે ન્યૂઝીલેન્ડનો મજબૂત બેટર ડેરીલ મિચેલએ તેનું સ્થાન લીધુ છે.

મિશેલના ૭૮૨ રેટિંગ પોઈન્ટ છે, જ્યારે રોહિતના ૭૮૧ રેટિંગ પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ રહેલા યશસ્વી જયસ્વાલને પણ ઝટકો લાગ્યો છે. ડાબોડી ભારતીય ઓપનર ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બે સ્થાન નીચે ગયો છે. યશસ્વી હવે ટોપ ૫માંથી બહાર થઈ ગયો છે અને હવે સાતમા સ્થાને છે. જો રૂટ યાદીમાં ટોપ પર યથાવત છે.
ઓસ્ટ્રેલિયા નંબર વન ટેસ્ટ ટીમ બની
બોલરોની વાત કરીએ તો T20 માં ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ નંબર-૧નો તાજ જાળવી રાખ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નંબર ૧ ટેસ્ટ બોલર રહ્યો છે, જ્યારે અફઘાનિસ્તાનનો રાશિદ ખાન નંબર ૧ ODI બોલર છે. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરોની યાદીમાં નંબર ૧ ટેસ્ટ ઓલરાઉન્ડર રહ્યો છે. અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ ODI માં નંબર ૧ છે અને પાકિસ્તાનનો સૈમ અયુબ T20માં નંબર ૧ છે.
ટીમ રેન્કિંગ પર નજર કરીએ તો, ઇંગ્લેન્ડ ત્રીજા નંબરથી બીજા નંબર પર આવી ગયું છે. કોલકાતા ટેસ્ટમાં ભારતને હરાવનાર દક્ષિણ આફ્રિકા બીજા નંબરથી ત્રીજા નંબર પર સરકી ગયું છે. ઓસ્ટ્રેલિયા નંબર વન ટેસ્ટ ટીમ બની રહી છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ વનડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રભુત્વ છે.