જામનગર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં પતિની સામે પત્નીનું મોત નિપજયું

Share this Article:

ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં જામનગરનું એક દંપતિ ખંડિત થયું છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટમાં લઈ લેતાં બાઈકની સીટમાં પાછળ બેઠેલી મહિલાનું પોતાના પતિની નજર સમક્ષ જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતુ. જેથી ભારે ગમગીની ફેલાઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી રંજનબેન કાંતિલાલ ભાઈ રાઠોડ નામની ૪૩ વર્ષની મહિલા પોતાના પતિ કાંતિલાલભાઈ રાઠોડના બાઈકમાં પાછળ બેસીને જઈ રહ્યા હતા. જે દંપત્તિ લાલપુર બાયપાસ ચોકડી નજીકથી પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને બાઇક ફંગોળાઈ ગયું હતું.જેમાં પાછળની સીટમાં બેઠેલા રંજનબેન કે જેઓ નીચે પટકાઇ પડ્યા હતા, અને તેમના માથા પરથી ટેન્કરના વ્હીલ ફરી વળતાં પોતાના પતિને નજર સમક્ષ જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માત બાદ ટેન્કર ચાલક ભાગી છૂટ્યો હતો, જયારે મૃતકના પતિ કાંતિલાલભાઈ રાઠોડને નાની મોટી ઈજા થઈ હોવાથી તેઓને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનના પી.આઇ. અને તેમની ટીમ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગઈ હતી, અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.