Last Updated on by Sampurna Samachar
ભારતને યુરેનિયમનો ભંડાર આપશે કઝાકિસ્તાન, ચીન સ્તબ્ધ
કઝાકિસ્તાનની નેશનલ એટોમિક કંપની Kazatomprom ના શેરધારકોની મળેલી બેઠકમાં ૯૨.૯% મતો સાથેભારતને યુરેનિયમ વેચવાના પ્રસ્તાવને મંજૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના પરમાણુ ઉર્જા પ્લાન્ટ્સ માટે ઇંધણની ચિંતા હવે દૂર થવા જઈ રહી છે. વિશ્વની સૌથી મોટી યુરેનિયમસપ્લાય કરતી કંપની કઝાકિસ્તાનએ ભારતને આગામી અનેક વર્ષો સુધી યુરેનિયમ સપ્લાયકરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સોદો એટલો વિશાળ છે કે, તેને મંજૂર કરવા માટે કંપનીના શેરધારકોનીખાસ બેઠક બોલાવવી પડી હતી.

કઝાકિસ્તાનની નેશનલ એટોમિક કંપની Kazatompromના શેરધારકોની મળેલી બેઠકમાં ૯૨.૯% મતો સાથેભારતને યુરેનિયમ વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સોદાનું મૂલ્ય એટલું વધારે છે કે તે Kazatomprom કંપનીની કુલ સંપત્તિના ૫૦% થી પણ વધુ છે.
મોટાભાગે આયાતી યુરેનિયમ પર ર્નિભર
આ કરાર ભારત સરકારના પરમાણુ ઉર્જાવિભાગ હેઠળના ડિરેક્ટોરેટ ઓફ પર્ચેઝ એન્ડ સ્ટોર્સ સાથે કરવામાં આવ્યો છે. સુરક્ષા અનેવ્યાપારિક કારણોસર યુરેનિયમની ચોક્કસ માત્રા અને કિંમત ગુપ્ત રાખવામાં આવી છે. ભારત પોતાના પરમાણુ રિએક્ટરો ચલાવવા માટે મોટાભાગે આયાતી યુરેનિયમ પર ર્નિભર છે.
કઝાકિસ્તાન વિશ્વના કુલ ઉત્પાદનમાં૪૦% હિસ્સો ધરાવે છે. આ ડીલથી ભારતના પરમાણુ પ્લાન્ટ્સને અવિરત ઇંધણ મળતું રહેશે. વધતી જતીવીજળીની માંગને પહોંચી વળવા પરમાણુ ઉર્જા પર ભારતનો ભરોસો વધ્યો છે, જેમાં આ યુરેનિયમ મહત્વનીભૂમિકા ભજવશે. ભારત અને કઝાકિસ્તાન વચ્ચે ૨૦૧૫–૨૦૧૯ દરમિયાન પણ ૫,૦૦૦ ટન યુરેનિયમનો સોદોથયો હતો, જે હવે નવા સ્તરે પહોંચ્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે, કઝાકિસ્તાનના ઉત્પાદનનો એક મોટો હિસ્સો સીધો ભારતને ફાળવવામાં આવતાવૈશ્વિક બજારમાં યુરેનિયમની ઉપલબ્ધતા ઘટી શકે છે. આના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં યુરેનિયમનાભાવમાં ઉતાર–ચઢાવ જાેવા મળી શકે છે. ચીન પણ પોતાની ઉર્જા જરૂરિયાતો માટે યુરેનિયમ પર ર્નિભર છે, પરંતુ ભારતે વહેલી તકે આ મોટો કરાર કરીને ચીન માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે.
કઝાકિસ્તાન પાસે દુનિયાનો બીજાે સૌથી મોટો યુરેનિયમ ભંડાર છે (લગભગ ૧૪% હિસ્સો). વર્ષ ૨૦૦૯ થી તેવિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ રહ્યો છે. કઝાકિસ્તાનમાં ઇન–સીટુ રિકવરી ટેકનીકથી અત્યંતસસ્તા દરે યુરેનિયમનું ખનન કરવામાં આવે છે, જે ભારત માટે આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે