Last Updated on by Sampurna Samachar
પયગંબર મુહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ
હજુ સુધી કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ યુવકને હિંસક ઘટનાનો સામનો કરવો પડ્યો છે. માહિતી મુજબ મૈમનસિંઘ જિલ્લામાં કથિત નિંદાના આરોપમાં એક હિન્દુ યુવકની ટોળાએ માર મારીને હત્યા કરી નાખી હતી.

મળતા અહેવાલ મુજબ, મૃતકની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિકોના એક જૂથે તેના પર પયગંબર મુહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો અને રાત્રે તેના પર હુમલો કર્યો હતો.
દેશભરમાં વિરોધ પ્રદર્શનોનો દોર ચાલુ
યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુના સમાચાર સામે આવતા બાંગ્લાદેશના અંગ્રેજી ભાષાના અખબાર, ધ ડેઇલી સ્ટાર અને બંગાળી અખબાર, પ્રથમ આલો પર હુમલો કરવામાં આવ્યો હતો. દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટોળાએ દીપુ ચંદ્ર દાસને માર મારીને હત્યા કરી, તેમના શરીરને ઝાડ પર લટકાવી દીધું અને પછી તેને આગ લગાવી દીધી હતી. માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસ્થિતિને કાબુમાં લીધી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મૈમનસિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.
અધિકારીઓએ કહ્યું કે, તેઓ મૃતકના પરિવારને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઔપચારિક ફરિયાદ મળ્યા પછી જ કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન, પશ્ચિમ બંગાળ ભાજપે પણ આ ઘટનાની નિંદા કરી છે. પાર્ટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસ સાથે જે બન્યું તે ફક્ત એક વ્યક્તિની હત્યા નથી, પરંતુ હિન્દુઓ સામે હિંસાનું ઉદાહરણ છે.
જણાવી દઈએ કે, ઢાકાના બિજોયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે મોટરસાયકલ પર આવેલા માસ્ક પહેરેલા હુમલાખોરો દ્વારા ૩૨ વર્ષીય હાદીના માથામાં ગોળી મારી દેવામાં આવી હતી. જણાવી દઈએ કે, પૂર્વી ભારતના ભાગોને સમાવિષ્ટ “ગ્રેટર બાંગ્લાદેશ” નો વિવાદાસ્પદ ફેસબુક નકશો પોસ્ટ કર્યો હતો. જે બાદ ૧૨ ડિસેમ્બરે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે લોકો આ હુમલાને ભારત સાથે જોડવા લાગ્યા હતા.