Last Updated on by Sampurna Samachar
દુનિયાભરના લોકો છે ચેટબોટનો ઉપયોગ કરીને ઘરેબેઠાં મેળાનો અનુભવ કરી શકશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન મહાકુંભના મેળાની રંગારંગ તૈયારીઓ ચાલી રહી છે. મેળાને ઐતિહાસિક બનાવવા માટે યોગી સરકાર સજ્જ છે તો પોલીસ પણ કોઈજાતની કચાશ બાકી ન રહી જાય તે માટે રિહર્સલ કરી રહી છે. મહાકુંભમાં જ્યાં શ્રદ્ધાળુઓ પહોંચશે ત્યાં સાધુ-સંતોનો જમાવડો પણ થવાનો છે. સાધુ-સંતોની પેશવાઈ પછી જ મહાકુંભનું શાહી સ્નાન શરૂ થાય છે. મહાકુંભમાં અખાડાની પેશવાઈ શરૂ થઈ ગઈ છે. ડ્રોન દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિવિધ સાધુ-સંતો વાહનોમાં બિરાજમાન થઈને પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.
મહાકુંભના મેળાને ઐતિહાસિક બનાવવા માટે તંત્ર તમામ તૈયારીઓ કરી રહી છે. જેમાં આ વખતે અનોખો ડિજિટલ અનુભવ પણ જોવા મળશે. જેમાં દુનિયાભરના લોકો છે ચેટબોટનો ઉપયોગ કરીને ઘરેબેઠાં ભક્તો ડિજિટલ અનુભવ પણ મેળવી શકશે અને તેમને યાદગાર પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. સાથે જ ભક્તોને ક્યાં જવું છે તેની માહિતી પણ તેઓ ચેટબોટની મદદથી મેળવી શકશે. આ વ્યવસ્થા માટે આખી ટીમ દ્વારા તહેનાત કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે રેલવે વિભાગ તરફથી પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉદયપુર સિટી-ધનબાદ-ઉદયપુર સ્પેશિયલ ટ્રેન ૧૯ જાન્યુઆરીએ ઉપડશે…
બાડમેર-બરૌની-બાડમેર ટ્રેન ૧૯ જાન્યુઆરીએ ઉપડશે…
સાબરમતી-બનારસ-સાબરમતી મેલા સ્પેશિયલ ટ્રેન ૧૬ જાન્યુઆરીએ ઉપડશે..
ભાવનગર-બનારસ-ભાવનગર ટર્મિનસ ૨૨ જાન્યુઆરીએ ઉપડશે…
રાજકોટ-બનારસ-રાજકોટ મેલા સ્પેશિયલ ૬ ફેબ્રુઆરીએ ઉપડશે…
વેરાવળ-બનારસ-વેરાવળ મેલા સ્પેશિયલ ૨૨ ફેબ્રુઆરીએ ઉપડશે…
આ સિવાય જયપુરથી પ્રયાગરાજ માટે સીધી ફ્લાઈટ પણ જશે…
૧૦ જાન્યુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધી આ ફ્લાઈટ ચાલુ રહેશે..
ઉત્તર પ્રદેશની પોલીસ પણ મહાકુંભના મેળાના પગલે એક્શન મોડમાં છે. રવિવારે પોલીસ કર્મચારીઓની ટુકડીએ અશ્વ પર સવાર થઈને મહાકુંભ વિસ્તારનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યારે હવે રાહ જોવાઈ રહી છે ૧૩ જાન્યુઆરીની જ્યારે મહાકુંભ મેળો ખુલ્લો મૂકાશે અને કરોડો સાધુ-સંતો ૪૫ દિવસ સુધી સંગમમાં શાહી સ્નાન કરશે. તેની સાથે જ પ્રયાગરાજમાં અદભૂત, અપ્રતિમ અને ઐતિહાસિક દ્રશ્યો જોવા મળશે.