Last Updated on by Sampurna Samachar
આગથી નાશ પામેલા ઘરને ૭ લાખની મદદ આપવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુક્ખુ સરકારે મોટો ર્નિણય લીધો છે. કેબિનેટ દ્વારા સત્તાવાર રૂપે ભાંગની ખેતીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ રોહરૂની ડિગ્રી કોલેજનું નામ બદલીને રાજા વીરભદ્ર સિંહ ગવર્નમેન્ટ ડિગ્રી કોલેજ કરવાનો ર્નિણય લેવાયો છે. કેબિનેટે હિમાચલ પ્રદેશમાં હોમ સ્ટે નીતિ પર પણ મહોર લગાવી છે.
કૂલ્લુ જિલ્લાના તાંદીમાં આગથી નાશ પામેલા ઘરને ૭ લાખની મદદ આપવામાં આવશે. આંશિક રૂપે બળેલા મકાનને ૧ લાખ અને ગૌશાળા માટે ૫૦ હજાર રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. આ સાથે જ ૨૪ નવી ફજી૬ વોલ્વો બસ ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારે IGMC હોસ્પિટલ, TMC અને ચમિયાનામાં રોબોટિક સર્જરી માટે મશીન ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય મત્સ્ય વિભાગમાં ૨૮ પદ અને ૯ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની ભરતીની મંજૂરી આપવામાં આવી છે. સુક્ખુ સરકારે પીડબ્લ્યુડી વિભાગ માટે ૫૦ બોલેરો ગાડી ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ એક્સાઇઝ વિભામાં ફીલ્ડ ઇન્સપેક્ટર માટે ૧૦૦ બાઇક ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.