Last Updated on by Sampurna Samachar
હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનની માહિતી મળી નહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીનના તિબેટમાં વહેલી સવારથી એક-પછી એક એમ ૧૪ થી વધુ ભૂકંપના આંચકાઓએ તારાજી સર્જ્યા બાદ હિમાચલ પ્રદેશના મંડીમાં સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજે ૫.૧૪ વાગ્યા આસપાસ ૩.૪ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર પાંચ કિમી નીચે હતું. જોકે, આ આંચકાના લીધે હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનની માહિતી મળી નથી.
હિમાચલ પ્રદેશના જિઓગ્રાફિકલ કંડિશન અનુસાર, ભૂકંપ સિસ્મિક ઝોન ચાર અને પાંચમાં આવ્યો હતો. મંડી, ચાંબા, કાંગડા, લાહોલ, અને કુલ્લૂમાં ભૂકંપનો અનુભવ થયો હતો. જોકે હિમાચલમાં ભૂકંપનું જોખમ રહેતું જ હોય છે. અહીં સૌથી વધુ ભૂકંપગ્રસ્ત વિસ્તાર ઝોન-૫ છે. જ્યાં દરવર્ષે સરેરાશ ૨૦થી ૩૦ ભૂકંપ નોંધાતા હોય છે. તેમાં પણ શિયાળામાં ભૂકંપની ઘટના વધી જાય છે. ૨૦૨૩ની શરૂઆતમાં ૧૪ જાન્યુઆરીએ ધર્મશાળામાં ભૂકંપ આવ્યો હતો, ૨૦૨૧માં ચંબા જિલ્લામાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.