અકસ્માતમાં ૪૫ ઘેટા બકરાનાં મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં ૪૫ ઘેટાબકરાના મોત થયા છે. સાયલા પાળિયાદ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે ૪૫ ઘેટાબકરા હડફેટે લેતા મોત નિપજયા હતા. ડમ્પર ચાલકે પશુપાલકને પણ હડફેડે લીધો હતો અને તે ગંભીર ઇજા પામ્યો છે.
આ ઘટનાના પગલે સાયલા પોલીસ, મામલતદાર અને TDO ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે સાયલા-પાળીયાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ મામલે ડમ્પર ચાલકની ધરપકડ કરી તેને પોલીસ કસ્ટડીમાં લઇ જવાયો છે. સુરેન્દ્રનગરમાં સાળિયા-પાળિયાદ હાઇવે આમ પણ અકસ્માતો માટે જાણીતો છે.આ અગાઉ સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પરના અકસ્માતમાં બેના મોત થયા છે. આ અકસ્માતમાં નેશનલ હાઇવે પર કાર પલ્ટી ખાઈ જતા બેના મોત થયા હતા અને સાતને ઇજા થઈ હતી. કારમાં બેઠેલા લોકો ભજનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.