Last Updated on by Sampurna Samachar
ભારત બંગાળની ખાડીમાં વધુ એક મિસાઇલ પરીક્ષણની તૈયારીમાં
NOTAM જાહેર કરવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત ૨૪ અને ૨૫ સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં એક વ્યૂહાત્મક મિસાઇલ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. આ માટે NOTAM જાહેર કરીને બંગાળની ખાડીના એક ભાગને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પરથી થનારું આ પરીક્ષણ ૧૪૦૦ કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી શક્તિશાળી અને લાંબા અંતરની મિસાઇલનું હોઈ શકે છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એક મોટા મિસાઇલ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે, જે અગ્નિ-પ્રાઇમ હોઈ શકે છે. આ નવી પેઢીની મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે, જેની રેન્જ ૧૦૦૦ થી ૨૦૦૦ કિલોમીટર સુધીની છે. NOTAM માં દર્શાવેલ ૧૪૦૦ કિલોમીટરથી વધુના અંતરના કારણે, એવું માનવામાં આવે છે કે આ એક અત્યંત વ્યૂહાત્મક અને શક્તિશાળી મિસાઇલનું પરીક્ષણ છે.
ભારતની સંરક્ષણ યાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, આ પગલું ભારતની સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં DRDO નું એક મોટું યોગદાન છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં DRDO એ લાંબા અંતરની બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલોના વિકાસમાં જબરદસ્ત પ્રગતિ કરી છે. આનાથી ભારતની પ્રાદેશિક શક્તિ અને સૈન્ય ક્ષમતા મજબૂત થઈ છે. એક અન્ય સૂત્રએ જણાવ્યું કે આવનારા અઠવાડિયામાં ઘણા વધુ મિસાઈલ પરીક્ષણો થવાના છે. આમાં જુદી જુદી વ્યૂહાત્મક ભૂમિકાઓ માટે મિસાઇલોનો સમાવેશ થાય છે.
ભારતની આસપાસ સુરક્ષા પડકારો વધી રહ્યા છે. પાડોશી દેશોની સૈન્ય ગતિવિધિઓ અને વૈશ્વિક તણાવ વચ્ચે ભારતે તેની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવી જરૂરી છે. અગ્નિ-પ્રાઇમ અને અન્ય મિસાઇલો ભારતને વ્યૂહાત્મક શક્તિ પ્રદાન કરે છે, જેનાથી તે કોઈપણ ખતરાનો જવાબ આપી શકે છે. આ પરીક્ષણો ભારતના આર્ત્મનિભર સંરક્ષણ કાર્યક્રમનો એક ભાગ છે, જે સ્વદેશી ટેકનોલોજી પર ભાર મૂકે છે.
પરીક્ષણ માટે તમામ જરૂરી સુરક્ષા પ્રોટોકોલ અને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. નો-ફ્લાય ઝોન એ સુનિશ્ચિત કરશે કે નાગરિક અને વાણિજ્યિક ઉડ્ડયનમાં કોઈ અવરોધ ન આવે. પરીક્ષણ પછી મિસાઇલના પ્રકાર અને તેની ક્ષમતાઓ વિશે વધુ માહિતી આપવામાં આવશે.
ભારતનું આ મિસાઇલ પરીક્ષણ તેની વધતી સૈન્ય શક્તિ અને આર્ત્મનિભરતાનું પ્રતીક છે. અગ્નિ-પ્રાઇમ જેવા અદ્યતન હથિયારો ભારતને પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવે છે. ડ્ઢઇર્ડ્ઢંના સતત પ્રયાસોથી ભારતનો મિસાઇલ ભંડાર અને સંરક્ષણ પ્રણાલી દિવસેને દિવસે વધુ સશક્ત થઈ રહી છે. ૨૪-૨૫ સપ્ટેમ્બરનું આ પરીક્ષણ ભારતની સંરક્ષણ યાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.