Last Updated on by Sampurna Samachar
ફાઈનલ મતદાર યાદી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ એ પબ્લિશ થશે
SIR પ્રોસેસ દરમિયાન લગભગ ૪૦ ચૂંટણી અધિકારીઓના મોત થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં SIR ને લઈને ખુબ ચર્ચા છે. પશ્ચિમ બંગાળથી આ સંલગ્ન અનેક મામલાઓ સામે આવતા જોવા મળ્યા છે. બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે તે પહેલા હાથ ધરાયેલી SIR પ્રક્રિયા બાદ રાજ્યમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ ૫૮ લાખ નામ હટાવવામાં આવ્યા છે. આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને મૃત, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને ૧.૩ લાખને ડ્યુપ્લિકેટ તરીકે માર્ક કરવામાં આવ્યા છે.

અત્રે જણાવવાનું કે ત્રણ ફેઝની SIR પ્રક્રિયાનો બીજો ભાગ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. ફાઈનલ મતદાર યાદી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પબ્લિશ કરાશે. જે બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા થનાર હાઈ સ્ટેક પહેલા થશે. હટાવવામાં આવેલા નામોમાં અન્ય કારણોસર ૫૭,૬૦૪ વધુ નામોને હટાવવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે.
ભાજપ અને ચૂંટણી પંચ પર લાગ્યો આરોપ
બંગાળ SIR પ્રોસેસ જે ૪ ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી અને ૧૧ ડિસેમ્બરે પૂરી થઈ તેમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનું પલાયન, અને બૂથ લેવલ ઓફિસરના કડક ટાઈમલાઈન અને કામના દબાણને લઈને વિરોધ પ્રદર્શન થયા. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે આરોપ પણ લગાવ્યો કે SIR પ્રોસેસ દરમિયાન લગભગ ૪૦ ચૂંટણી અધિકારીઓના મોત થયા છે. જે રોલથી અયોગ્ય નામોને હટાવવા માટે સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ SIR પ્રોસેસનો ખુબ વિરોધ કર્યો હતો.
તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર વિધાનસભા ચૂંટણી પહેલા વોટર લિસ્ટમાં હેરફેર કરવાનું ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્યો હોત. આ સાથે જ તેમણે કહ્યું કે તેમની સરકાર કોઈને પણ બંગાળથી નીકળવા નહીં દે. જો તમારું નામ હટાવવામાં આવશે તો કેન્દ્ર સરકારનું પણ નામ હટવું જોઈએ. બંગાળ ઉપરાંત SIR પ્રોસેસ આંદમાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડ્ડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં હાથ ધરાઈ.