હાઈકોર્ટે આપી રાહત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, ૧૧ વર્ષ બાદ થશે જેલમુક્ત

સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અને તેના સમર્થકો વચ્ચે થયેલી અથડામણ બાદ તેમની ધરપકડ કરવામાંઆવી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં સ્વયંભૂ સંત રામપાલના જામીન મંજૂર કર્યા છે. રામપાલનેલગભગ ૧૧ વર્ષ પછી મળેલી રાહતથી રામપાલના સમર્થકો ખૂબ ખુશ છે. સંત રામપાલ હાલમાંહરિયાણાની હિસાર જેલમાં બંધ છે. ૨૦૧૪માં હરિયાણાના બરવાલામાં સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અનેતેના સમર્થકો વચ્ચે થયેલી મોટી અથડામણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અથડામણ દરમિયાન લોકોના મોત થઈ ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. કેસ સાથે જાેડાયેલાવિવિધ આરોપોમાં રામપાલ વિરુદ્ધ અનેક કેસ નોંધાયા હતા, જેમાં રાજદ્રોહનો કેસ પણ સામેલ હતો.

અથડામણમાં લોકોના મોત થઈ ગયા

હાઈકોર્ટમાંથી જામીન મળવા છતાં સંત રામપાલની જેલમાંથી મુક્તિ અન્ય કેસોની કાનૂની સ્થિતિ પર ર્નિભરકરશે, કારણ કે તેમની સામે વિવિધ અદાલતોમાં અનેક કેસ પેન્ડિંગ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જામીનની શરતોનું પાલન કરવું તેમના માટે અનિવાર્ય હશે.

સંત રામપાલ સતલોક આશ્રમના પ્રમુખ છે અને તેમના અનુયાયીઓઅનેક રાજ્યોમાં ફેલાયેલા છે. હાઈકોર્ટના ર્નિણય બાદ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે, બીજી તરફ વહીવટી સ્તર પર આગળની કાનૂની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે.

રામપાલ એક ભારતીય આધ્યાત્મિક ઉપદેશક અને સત લોક આશ્રમના સ્થાપક છે. તેમનો જન્મ ૧૯૫૧માંભારતના હરિયાણામાં થયો હતો. ધાર્મિક નેતા બનતા પહેલા તેઓ સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયરતરીકે કામ કરતા હતા. તેમણે ભગવદ ગીતા, કબીર સાગર અને અન્ય ધર્મગ્રંથોની વ્યાખ્યાઓના આધારે આધ્યાત્મિક ઉપદેશોનો પ્રચાર કરવાનું શરૂ કર્યું.

તેઓ ૧૫મી સદીના સંત કબીરના ઉપદેશોનું પાલન અને પ્રચારકરવાનો દાવો કરે છે. તેમના અનુયાયીઓ તેમને એક સંત (આધ્યાત્મિક ગુરુ) માને છે અને ભક્તિ અને મોક્ષપ્રત્યેના તેમના દ્રષ્ટિકોણમાં વિશ્વાસ રાખે છે. ૨૦૦૬માં હરિયાણામાં રામપાલના અનુયાયીઓ અને અન્ય ધાર્મિકજૂથ વચ્ચે અથડામણ થઈ હતી, ઘટના બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૦૧૪માં હિસાર સ્થિતતેમના આશ્રમમાં પોલીસ સાથે હિંસક અથડામણમાં લોકોના મોત થઈ ગયા હતા.

પોલીસને ત્યારે રામપાલનેપકડવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. રામપાલ પર ગેરકાયદેસર કારાવાસ બનાવવો અને લોકો પર અત્યાચારગુજારવા જેવા અનેક ગંભીર આરોપો લાગ્યા છે, અને કેટલાક કિસ્સાઓમાં અદાલતોએ તેમની વિરુદ્ધ ચુકાદોઆપ્યો છે. વિવાદો છતાં સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ઉત્તરીય રાજ્યોમાં મોટી સંખ્યામાં તેમનાઅનુયાયીઓ છે. તેમનું સંગઠન આશ્રમ ચલાવે છે અને પુસ્તકો, ટીવી ચેનલો અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારાઉપદેશોનો પ્રસાર કરે છે

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.