Last Updated on by Sampurna Samachar
મિડલ ઈસ્ટમાં સીઝફાયરનો ફિયાસ્કો! લેબેનૉનમાં આખું ગામ કાટમાળમાં ફેરવાયું!
ઈઝરાયેલ લેબેનૉનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહના લોન્ચિંગ સાઇટ્સ અને ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ લેબેનૉનના ચૌકિન શહેરમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાને કારણે આખું ગામકાટમાળમાં ફેરવાઈ ગયું છે. ઈઝરાયલી વાયુસેનાએ સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યુંહતું કે, તેઓ લેબેનૉનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહના લોન્ચિંગ સાઇટ્સ અને ઠેકાણાઓને નિશાનબનાવી રહ્યા છે.

લેબેનૉનના સરકારી મીડિયા અનુસાર, ઈઝરાયલી ફાઇટર જેટ્સે અન્ય ઘણા શહેરો પર પણ બોમ્બમારો કર્યો છે, જેમાં અનેક સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે અને રહેણાંક મકાનો જમીનદોસ્ત થઈ ગયાછે. ઈઝરાયલી હુમલાના જવાબમાં હિઝબુલ્લાહ દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે.
સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો
હિઝબુલ્લાહતરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે ઉત્તરી ઈઝરાયલના હાઇફા શહેર પર‘ઍડ્વાન્સ્ડ મિસાઇલો‘ વડે હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે દાવો કર્યો હતો કે તેઓ સીઝફાયરનું પાલન કરીરહ્યા હતા, પરંતુ દુશ્મન દેશે નિયમો તોડતા તેમણે આ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત લેબેનૉનના બિંત જબૈલ શહેરમાં પણ ઈઝરાયલી સૈનિકો પર રોકેટ દાગવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
બીજી તરફ, હિઝબુલ્લાહના આ મિસાઇલ હુમલા બાદ ઈઝરાયલના હાઇફા અને તેલ અવીવ જેવા મોટાશહેરોમાં એર રેડ સાયરન વાગ્યા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઈઝરાયલની ઇમરજન્સીસેવાઓએ જણાવ્યું છે કે તેઓ ઉત્તરી ઈઝરાયલ પર થયેલા આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે વધતાં તણાવને કારણે લેબેનૉન અને ઈઝરાયલની સરહદ પર સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અને સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો.