Last Updated on by Sampurna Samachar
રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ કરી શરૂઆત
મૂવમેન્ટ હેઠળ મહિલાઓને ટેકો આપવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ના અવસરે HERoes મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી છે. આ મૂવમેન્ટ હેઠળ મહિલાઓને ટેકો આપવામાં આવશે અને તેમની અંદર રહેલા હીરોને શોધવા માટે તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. રિલાયન્સ ફાઉન્ડેશનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પણ આ મૂવમેન્ટની જાહેરાતની પોસ્ટ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર જાહેરાત કર્યા બાદ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આ મૂવમેન્ટ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મહિલાઓ માટે શિક્ષણ, આરોગ્ય સંભાળ, ગ્રામીણ પરિવર્તન, કલા અને સંસ્કૃતિમાં સશક્તિકરણના મુદ્દાઓને લઈને અંબાણી પરિવાર દ્વારા જે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેને આ મૂવમેન્ટ દ્વારા ઉજાગર કરવામાં આવશે.
મહિલાઓને પ્રોત્સાહન અને ટેકો પૂરો પાડવાનો હેતુ
સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે “અમારા સ્થાપિકા નીતા અંબાણી હંમેશા એવું માનતા આવ્યા છે કે મહિલાઓ પાસે દુનિયાને વધુ સારી બનાવવાની શક્તિ છે. શિક્ષણ, રમતગમત, આરોગ્ય, ગ્રામીણ પરિવર્તન અને કલા-સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં તેમના કાર્યો દ્વારા અનેક મહિલાઓને તેમણે આત્મવિશ્વાસ અપાવ્યો અને અનેક મહિલાઓને પ્રેરણા આપી છે.”
સાથે જ પોસ્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે “આ ખાસ મૂવમેન્ટના લોન્ચ માટે તેઓ સ્વદેશી સુંદર હાથથી વણાયેલી સાડી અને અનામિકા ખન્નાના હાથથી ભરતકામ કરાયેલા બ્લાઉઝમાં હંમેશાની જેમ સુંદર દેખાયા હતા.”
ઉલ્લેખનીય છે કે HERoes મૂવમેન્ટનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પ્રોત્સાહન અને ટેકો પૂરો પાડવા માટેનો છે. સાથે સાથે જ મહિલાઓની અંદરની શક્તિ અને તેમના અંદરના નેતૃત્વની ક્ષમતાને ઓળખવા પ્રેરણા આપવા માટે મૂવમેન્ટ મહત્વનો ભાગ ભજવશે. ઈન્ટરનેશનલ વૂમન્સ ડે ના દિવસે આ મૂવમેન્ટ શરૂ કરવામાં આવી છે, જેથી તેને ઘણી ખાસ માનવામાં આવી રહી છે.