Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશ શેખ હસીના સરકારે કરી હતી હેલિકોપ્ટર ડીલ
શેખ હસીનાની પાર્ટી આવામી લીગે ૩ વર્ષ પહેલા હેલિકોપ્ટર ડીલ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયામાંથી ખરીદવામાં આવેલા બે હેલિકોપ્ટર બાંગ્લાદેશ સરકાર માટે મુસીબત બન્યા છે. શેખ હસીના જ્યારે સત્તા પર હતા ત્યારે તેઓએ રશિયા સાથે સૌદો કર્યો હતો અને ચુકવણી પણ કરી હતી. પરંતુ હવે અમેરિકાના પ્રતિબંધના કારણે હેલિકોપ્ટર બાંગ્લાદેશમાં લાવવાનું મુશ્કેલ થઇ ગયુ છે.

બાંગ્લાદેશમાં રોજ નવા નવા સંકટ જોવા મળે છે. ત્યારે હવે ફરી એક મુશ્કેલીએ દસ્તક આપી છે. ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાની પાર્ટી આવામી લીગે ૩ વર્ષ પહેલા હેલિકોપ્ટર ડીલ કરી હતી. રશિયા પાસેથી ખરીદવામાં આવેલા આ બે હેલિકોપ્ટર હવે સંકટ ઉભુ કરી રહ્યા છે. લગભગ Tk 4 અરબની આ ડીલમાં Tk ૨.૯૮ અરબ અગાઉ ચુકવવામાં આવ્યા હતા.
અમેરિકા સાથે ટક્કર બાંગ્લાદેશ માટે ખતરનાક
પરંતુ અમેરિકાએ લગાવેલા પ્રતિબંધોના કારણે આ હેલિકોપ્ટર બાંગ્લાદેશમાં લાવવાનું અસંભવ બન્યુ છે. એક તરફ કરાર રદ્દ કરવા પર મોટુ આર્થિક નુકસાન થઇ શકે છે. તો બીજી તરફ, હેલિકોપ્ટર આયાત કરવા પર અમેરિકાના રાજનાયિક સાથે તણાવ વધી શકે છે.
એપ્રિલ ૨૦૨૧માં અમેરિકાએ કેટલીક રશિયા રક્ષા કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યા હતા. જેમાં Russian Helicopters પણ સામેલ છે. આ સિવાય બાંગ્લાદેશે એજ વર્ષે નવેમ્બરમાં આ કરાર સાઇન કર્યો હતો. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, સરકારને પ્રતિબંધ વિશે ખબર હોવા છતા કેમ તેઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.?. આ હેલિકોપ્ટરો હમણા રશિયા પાસે છે. અને સાચવણીનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે, જો બાંગ્લાદેશ હેલિકોપ્ટર લાવવા માટે પ્રયત્ન કરશે તો તેની નકારાત્મક અસર અમેરિકા-બાંગ્લાદેશના સંબંધો પર પડશે. અમેરિકા સાથે ટક્કર લેવી એ બાંગ્લાદેશ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.