Last Updated on by Sampurna Samachar
આઠ જ મિનિટમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો
હેલિકોપ્ટર શોધવા માટે બે હેલિકોપ્ટર કામે લગાડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર અચાનક ગુમ થઈ ગયું હોવાના સમાચાર મળ્યા હતા. એસ્ટિન્ડો એર કંપનીના હેલિકોપ્ટરે બોર્નિયો ટાપુ પરથી ઉડાન ભરી હતી, ત્યારબાદ ગુમ થતા સમગ્ર ટીમે શોધખોળ શરૂ કરી દીધી છે.
ઈન્ડોનિસાયી સમાચાર એજન્સી અંતરાના રિપોર્ટ મુજબ એરબેસ બીકે૧૧૭ મોડલનું હેલિકોપ્ટર ગુમ થયું છે. દક્ષિણ કાલિમંતન પ્રાંતના કોટાબારુ જિલ્લાથી મુસાફરોને લઈને જતું હેલિકોપ્ટર મધ્ય કાલિમંતના પાલતાંકરાયા શહેર જવાનું હતું, જોકે તેનો આઠ જ મિનિટમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો છે.
જંગલ અને પહાડી વિસ્તારોમાં લાપતા હેલિકોપ્ટરની શોધ
રિપોર્ટ મુજબ, મુસાફરોના ભારતીય નાગરિક સંથા કુમાર પણ સામેલ હતો. શોધખોળ કરી રહેલી એજન્સીના પ્રમુખ આઈ પુતુ સુદયાનાએ કહ્યું કે, ‘અમે હેલિકોપ્ટર શોધવા માટે બે હેલિકોપ્ટર કામે લગાડ્યા છે. વિવિધ એજન્સીઓના સ્થાનીક સ્વયંસેવકો અને ૧૪૦ કર્મચારીઓ પણ શોધખોળ અભિયાનમાં જોડાયા છે. અમારી ટીમ ૨૭ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જંગલ અને પહાડી વિસ્તારોમાં લાપતા હેલિકોપ્ટરની શોધ કરી રહી છે.