Last Updated on by Sampurna Samachar
દરિયાકાંઠે બંદરો પર સિગ્નલ-૩ લગાવી દેવાયું
હવામાન વિભાગનું મોટું એલર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે સતત વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. તેમજ સતત વરસાદના કારણે નદી-નાળાઓમાં પણ પાણીની સારી આવક થઈ છે.
આ વખતે સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. આગામી ૭ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં અને મધ્ય ગુજરાતમાં આગામી ૨૪ કલાક ભારે વરસાદની સંભાવના છે.
અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો
અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થશે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. ૪૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. દરિયાકાંઠે બંદરો પર સિગ્નલ-૩ લગાવી દેવાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, મહીસાગર, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પાણી અનેક વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની શક્યતા વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો. અરબી સમુદ્રમાં ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા મોજા ઉછાળ્યા હતા. ભારે વરસાદની આગાહીને પગલે ઓખા બંદર પણ ૩ નંબરનું સિગ્નલ યથાવત છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.