Last Updated on by Sampurna Samachar
ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી,UP માં એલર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર ભારતમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હિમાચલ પ્રદેશમાં ૩૧ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર, ઉત્તરાખંડમાં ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, જમ્મુમાં ૩૧ સપ્ટેમ્બરથી ૨ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, દરિયાકાંઠાના કર્ણાટકમાં આગામી સાત દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો ૪ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર પશ્ચિમ ભારતની વાત કરીએ તો, ઉત્તરાખંડમાં ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, હિમાચલ પ્રદેશના દક્ષિણ ભાગોમાં ૩૧ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં ૨ સપ્ટેમ્બરના રોજ ખૂબ જ ભારે વરસાદ પડશે.
૨ અને ૩ સપ્ટેમ્બર દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડશે
આ ઉપરાંત ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાનમાં આગામી સાત દિવસ ભારે વરસાદ ચાલુ રહેવાનો છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૩૧ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડશે, હિમાચલ પ્રદેશમાં ૩૧ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાનમાં ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડશે.
ગુજરાત ૪ અને ૫ સપ્ટેમ્બરે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૫ અને ૬ સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં આગામી સાત દિવસ ભારે વરસાદ પડશે, જ્યારે મરાઠવાડામાં ૨ અને ૩ સપ્ટેમ્બર દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડશે.
પૂર્વી અને મધ્ય ભારતની વાત કરીએ તો, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડશે, જ્યારે ઓડિશામાં આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ૨, ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ વિદર્ભ, ૩૧ ઓગસ્ટના રોજ આંદામાન અને નિકોબાર, બિહાર, ૧ અને ૨ સપ્ટેમ્બરના રોજ ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં વરસાદ પડશે.