Last Updated on by Sampurna Samachar
૨૦૨૪નો ઉનાળો યુરોપના ઇતિહાસનો સૌથી ગરમ ઉનાળો રહ્યો
બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના અભ્યાસમાં મળી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્ષ ૨૦૨૪માં ઉનાળામાં યુરોપમાં ગરમી સંબંધિત કારણોસર ૬૨,૭૦૦ લોકોના મોત થયા હતા. નેચર મેડિસિન મેગેઝીનમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, વૃદ્ધો અને મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના એક અભ્યાસમાં, ૩૨ યુરોપિયન દેશોના મૃત્યુના રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ૨૦૨૪ના ઉનાળામાં મૃત્યુદર ગયા વર્ષની સરખામણીમાં ૨૩% વધ્યો.
આ અભ્યાસ બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ દ્વારા કરવામાં આવ્યો હતો. સંશોધકોએ ૩૨ યુરોપિયન દેશોના દૈનિક મૃત્યુના રેકોર્ડનું વિશ્લેષણ કરીને અંદાજ લગાવ્યો કે ૨૦૨૨ અને ૨૦૨૪ના ઉનાળા દરમિયાન ગરમીના કારણે કુલ ૧.૮૧ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા.
વૃદ્ધો માટે ગરમીનો ખતરો હજુ પણ યથાવત
માત્ર ૨૦૨૪ના ઉનાળામાં મૃત્યુદર ગયા વર્ષની સરખામણીમાં ૨૩% વધ્યો. જોકે, આ આંકડો ૨૦૨૨માં નોંધાયેલા ૬૭,૯૦૦ મૃત્યુ કરતાં થોડો ઓછો હતો. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ અનુસાર, ૨૦૨૪નો ઉનાળો યુરોપના ઇતિહાસનો સૌથી ગરમ ઉનાળો રહ્યો છે.
અંદાજ છે કે કુલ મૃત્યુમાંથી બે તૃતીયાંશ મૃત્યુ દક્ષિણ યુરોપમાં થયા છે. ઇટાલી સૌથી વધુ પ્રભાવિત દેશ રહ્યો, કારણ કે અહીં વૃદ્ધોની સંખ્યા વધુ છે અને સતત ત્રણ વર્ષ સુધી તાપમાન ખૂબ ઊંચું રહ્યું. જોકે, ૨૦૨૫નો આ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
જોકે આ અભ્યાસમાં ૨૦૨૫નો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ ઇટાલીની ઇમર્જન્સી મેડિસિન સોસાયટીએ જણાવ્યું કે આ વર્ષે ગરમીના કારણે કેટલાક વિસ્તારોમાં ઇમર્જન્સી રૂમમાં આવતા લોકોની સંખ્યા ૨૦% સુધી વધી ગઈ. આ દર્શાવે છે કે વૃદ્ધો માટે ગરમીનો ખતરો હજુ પણ યથાવત છે.