Last Updated on by Sampurna Samachar
સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભયંકર ગરમી
૯ એપ્રિલ સુધી કરવામાં આવી આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ ગરમીનું એલર્ટ આપ્યું છે. આ પાંચ દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના મોરબી અને રાજકોટમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને પોરબંદર તથા જૂનાગઢમાં યલો એલર્ટ અપાયું છે. તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને ગાંધીનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં હીટવેવનુ યલો એલર્ટ
તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ છે. કચ્છમાં રેડ એલર્ટ જ્યારે મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણામાં હીટવેવનું યલો એલર્ટ રહેશે.
આ પછી ૮ અને ૯ એપ્રિલ દરમિયાન પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ,બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણામાં હીટવેવનું યલો એલર્ટ રહેશે.
આ પછી ૮ અને ૯ એપ્રિલ દરમિયાન પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ,બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણામાં હીટવેવનું યલો એલર્ટ રહેશે.આ સાથે પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના અને ખંભાતના અખાતના દરિયાકાંઠાના ભાગોમાં અકળામણ થાય તેવી ગરમી પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુરુવારે ૧૦મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.