Last Updated on by Sampurna Samachar
કરોડોની બેનામી સંપત્તિ મળી આવી
અગાઉ પણ દરોડા પાડતાં મળી આવી હતી બેનામી સંપત્તિ
(સંપૂર્ણ સમાચાર સેવા )
ઓડિશા (ODISHA) માં વિજીલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં એક ભ્રષ્ટ અધિકારીના ત્યાંથી ૨૦૦૦ ની ચલણી નોટોનો ઢગલો મળી આવ્યો જે જોઇ સૌ કોઇ ચોંકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૦૦ની નોટો સહિત મોટી માત્રામાં રોકડ રકમ અને સોના-ચાંદીનો ખજાનો મળી આવ્યો હતો.

અહેવાલ અનુસાર ઓડિશા વિજિલન્સ વિભાગે કટક સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) ના ડેપ્યુટી કમિશનર પ્રદીપ કુમાર મોહંતીના ૯ સ્થળોએ અપ્રમાણસર સંપત્તિ (DA) કેસમાં દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ૨૦૦૦ રૂપિયાની નોટોના બંડલ, સોના-ચાંદીના દાગીના અને મિલકત સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા. અધિકારીઓને શંકા છે કે મહંતીએ પોતાના પદનો દૂરુપયોગ કરીને બેનામી સંપત્તિ મેળવી છે.
વિજિલન્સ ટીમના નવ જગ્યાએ દરોડા
વિજિલન્સ વિભાગે ભુવનેશ્વર ઉપરાંત ખોરધા, પુરી, નયાગઢ તથા કટક સહિત કુલ નવ જગ્યાએ તપાસ ચલાવી હતી. દરોડ દરમિયાન રોકડ રકમના બંડલો, બેનામી સંપત્તિના દસ્તાવેજો તેમજ ઘરેણાં મળી આવ્યા છે.
ઓડિશામાં અગાઉ પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને ત્યાં દરોડા પાડીને મોટી માત્રામાં બેનામી સંપત્તિ અને રોકડ રકમ જપ્ત કરવામાં આવેલી છે. આ કેસમાં દરોડાની કાયર્વાહી ચાલુ છે.