Last Updated on by Sampurna Samachar
એસ.પી. ગર્લ્સ હોસ્ટેલની ૫૫થી વધુ વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ
ઝાડા, ઉલટી અને નબળાઈના લક્ષણો જોવા મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલી એસ.પી. ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં ૫૫થી વધુ વિદ્યાર્થિનીઓને તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.હોસ્પિટલમાં વિદ્યાર્થિનીઓમાં ઝાડા, ઉલટી અને નબળાઈના લક્ષણો જોવા મળ્યા છે.

મળતી માહિતી મુજબ, મેમનગરની એસ.પી. હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને ભારે તાવ, ઝાડા અને ઉલટી થતાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં ૪ એપ્રિલથી ૫ એપ્રિલ સુધીમાં હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ૩૬ જેટલી વિદ્યાર્થિનીઓને રજા આપી દેવામાં આવી હતી.
૨૧ વિદ્યાર્થિનીઓને દાખલ કરાઈ હતી. જેમાંથી અમુકની તબિયતમાં સુધારો આવતા હવે ૧૮ વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલમાં વિદ્યાર્થિનીની અચાનક તબિયત લથડતાં સમગ્ર મામલો ફૂડ પોઈઝનિંગનો હોવાનું જણાય છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં જાણ કરાતાં ટીમ ગર્લ્સ હોસ્ટેલ પહોંચી હતી. હવે ફૂડ વિભાગની ટીમ પાણીના સેમ્પલ લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરશે.