Last Updated on by Sampurna Samachar
દિલ્હીમાં હત્યા બાદ આરોપીએ ઇન્સ્ટા પર રીલ બનાવી દીધી
પોલીસે મૃતકની ઓળખ ૧૯ વર્ષીય નિક્કુ તરીકે કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં સામાન્ય બોલાચાલી બાદ યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવાનો એક સનસનાટીભર્યોકિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દિલ્હીના શાલીમાર બાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું કહેવાય છે. પોલીસે મૃતકની ઓળખ ૧૯ વર્ષીય નિક્કુ તરીકે કરી છે.

નવાઈની વાત એ છે કે આ હત્યાને અંજામ આપ્યાબાદ એક આરોપીએ આ મર્ડરની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર એક રીલ અપલોડ કરીને પણ આપી છે. મળતીમાહિતી મુજબ, આ રીલમાં તે બોલી રહ્યો છે કે, “તમારા ભાઈએ એક મર્ડર કરી દીધું છે. તમારો ભાઈ હવે થોડાદિવસોમાં અંદર (જેલમાં) જઈ રહ્યો છે.
દિલ્હીમાં જાહેરમાં હત્યાનો આ કોઈ પહેલો કિસ્સો નથી
હું મારા ભાઈઓ માટે તો કંઈ પણ કરી શકું છું. હવે હું તિહાર જેલ જઈ રહ્યો છું.” ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકનારઆરોપીની ઓળખ તરુણ ઉર્ફે કર્ણ તરીકે થઈ છે, જેની ઉંમર ૧૮ વર્ષ હોવાનું કહેવાય છે.
આ મામલે પોલીસે કેટલાક આરોપીઓની અટકાયત કરી છે, જેમની અત્યારે પૂછપરછ ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં અંદાજે અડધો ડઝન આરોપીઓ સામેલ હતા, જેઓ ઘટના બાદથી જ ફરાર છે. જાેકે, હાલ પોલીસે કેટલાક લોકોની અટકાયત ચોક્કસપણે કરી છે. પોલીસેમૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારજનોને સોંપી દીધો છે.
તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં જાહેરમાં હત્યાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. થોડા મહિના પહેલા પણ કનોટપ્લેસમાં મોડી રાત્રે પાર્ટીમાં ગયેલા ૩૬ વર્ષીય વેપારી શિવમ ગુપ્તાની કેટલાક લોકોએ માર મારીને હત્યા કરીદીધી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, ડિલિવરી બોય તરીકે કામ કરતા કેટલાક યુવકોએ નજીવી બોલાચાલી બાદ શિવમના માથા પર હેલ્મેટથી ર્નિદયતાપૂર્વક હુમલો કર્યો હતો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલથયો હતો. આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાનતેનું મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, શિવમ ગુપ્તાનું મોત ૧૯ જાન્યુઆરીએ થયું હતું, પરંતુ આ મામલે આરોપીઓનીધરપકડ હવે થઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ૩ જાન્યુઆરીની રાત્રે ઁઝ્રઇ પર માહિતીમળી હતી કે એક વ્યક્તિ કનોટ પ્લેસના ઈ બ્લોકમાં ઘાયલ અવસ્થામાં પડ્યો છે. પોલીસ ટીમ જ્યારેઘટનાસ્થળે પહોંચી ત્યારે તે વ્યક્તિની હાલત અત્યંત ખરાબ હતી. તેને તાત્કાલિક લોક નાયક જયપ્રકાશહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.