Last Updated on by Sampurna Samachar
વડોદરાના વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી
મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૫માંથી કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશી , રાજેન્દ્ર બારોટ, નીલમ શ્રીવાસ્તવ અને પારુલ પટેલે આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

વોર્ડ નંબર ૧૫માં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયેલા આશિષ જોશી , નીલમ શ્રીવાસ્તવ, પારુલ પટેલ અને રાજેન્દ્ર બારોટ એ આજેપોતાના કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચી અહીં પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરતી વખતે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી પત્ર દાખલ કરનારાઓએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડના તમામ ચારેય કોંગ્રેસના ઉમેદવારોની જીતનિશ્ચિત છે. અમે સંપૂર્ણ પેનલ સાથે બોર્ડમાં જીતીશું.
કારણ કે જે રીતે ફોર્મ ભરવાની સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા છે તે જાેતા તેમના આશીર્વાદઅમારા પર વરસશે તે નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે આજે અને આવતીકાલે અન્ય ઉમેદવારો પણ પોતાનીદાવેદારી નોંધાવશે.