Last Updated on by Sampurna Samachar
દુષ્કર્મના આરોપમાં ૫૧ દિવસ જેલમાં રહ્યો યુવક
કોર્ટે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કરીને છોડી દીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતાની એક કોર્ટે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કરીને છોડી દીધો, કારણ કે ફરિયાદી મહિલાએ દાવો કર્યો કે, મેં ગેરસમજને કારણે ફરિયાદ નોંધાવી હતી. ૨૪ નવેમ્બર ૨૦૨૦ના રોજ નોંધાયેલા કેસમાં આ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટ તરફથી જામીન મળ્યા ત્યાં સુધી તેણે ૫૧ દિવસ જેલમાં વિતાવ્યા હતા.
મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, હું ૨૦૧૭થી આ વ્યક્તિ સાથે સંબંધમાં હતી. તેણે મને લગ્નનું વચન આપીને મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બીજા દિવસે સવારે તેણે મારી સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો અને ભાગી ગયો.
ગેરસમજના કારણે મેં ફરિયાદ દાખલ કરી હતી
FIR ના આધાર પર આ વ્યક્તિની ૨૫ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ધરપકડ કરી સેવામાં આવી હતી અને ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોર્ટે તેને જામીન આપ્યા ત્યાં સુધી તે જેલમાં હતો. સુનાવણી દરમિયાન મહિલાએ કહ્યું કે મેં યુવક સાથે ગેરસમજને કારણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મારા મિત્ર દ્વારા લખવામાં આવી હતી અને મેં તેમાં શું લખ્યું છે તે જાણ્યા વિના તેના પર સહી કરી દીધી હતી.
મહિલાએ ૨૪ નવેમ્બર ૨૦૨૦ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે હું ૨૦૧૭થી યુવક સાથે સંબંધમાં હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે, યુવકે લગ્નનું વચન આપીને સોલ્ટ લેકની એક હોટલમાં મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બીજા દિવસે તેણે મારી સાથે લગ્ન કરવાનો ઈનકાર કરીને ફરાર થઈ ગયો હતો. મહિલાની ફરિયાદ પછી પોલીસે ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ યુવકની ધરપકડ કરી હતી અને તે ૫૧ દિવસ જેલમાં રહ્યો હતો. ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ તેને જામીન મળ્યા હતા.
ટ્રાયલ દરમિયાન મહિલાએ કોર્ટને જણાવ્યું કે, ગેરસમજના કારણે મેં ફરિયાદ દાખલ કરી હતી અને મને કેસની વધુ જાણકારી નહોતી. તેણે એ પણ જણાવ્યું કે ફરિયાદ મારા એક મિત્ર દ્વારા લખવામાં આવી હતી અને મેં તેને વાંચ્યા વિના જ સહી કરી દીધી હતી.
જજ અનિંદ્ય બેનર્જીએ ૨૮ ઓગસ્ટના રોજ ચુકાદો સંભળાવતી વખતે કહ્યું કે, ફરિયાદી પક્ષ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો. મહિલાનો એકમાત્ર આરોપ એ હતો કે બંને વચ્ચે શારીરિક સંબંધો હતા, જે સંમતિથી થયા હોય તેવું પ્રતીત થાય છે. મહિલાની માતા, દાદી અને પાડોશી સહિત અન્ય સાક્ષીઓએ પણ આરોપોની પુષ્ટિન કરી. કોર્ટે યુવકને IPC ની કલમ ૩૭૬ (દુષ્કર્મ) અને ૪૧૭ (છેતરપિંડી) હેઠળ નિર્દોષ જાહેર કરતા કહ્યું કે, તેને શંકાનો લાભ આપવામાં આવે છે.