Last Updated on by Sampurna Samachar
ગુજરાત સહિત દેશમાં ૮ BLO એ અત્યાર સુધી કર્યો આપઘાત
શિક્ષકો માટે માથાનો દુખાવો બની SIR ની કામગીરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના છારા ગામમાં SIR નું કામ કરી રહેલા બુથ લેવલ ઓફિસર અને શિક્ષક અરવિંદ વાઢેરે કામના ભારણને કારણે આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ શિક્ષણ સમુદાયને હચમચાવી દીધો છે અને શિક્ષક સંઘમાં ભારે આક્રોશ પેદા કર્યો છે.

૪૦ વર્ષીય અરવિંદ વાઢેરે આપઘાત પહેલા પત્નીને સંબોધિત એક ભાવુક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં તેમણે લખ્યું- મારાથી હવે આ SIR નું કામ થઈ શકશે નહીં. હું સતત કેટલાક દિવસથી થાક અને મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તું તારૂ અને પુત્રનું ધ્યાન રાખજે. હું તમને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ હવે હું મજબૂર થઈ ગયો છું. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
ઓનલાઈન પ્રક્રિયાના બહિષ્કારની જાહેરાત કરી
તેમણે લખ્યું- મારી બેગમાં SIR ના બધા કાગળિયા છે, જેને મારી સ્કૂલમાં જમા કરાવી દેજો. I am very sorry my dear wife sangita and my loving dear son krishay. . આ ઘટના બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, ગુજરાત પ્રાંતના SIR હેઠળ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલી ઓનલાઈન પ્રક્રિયાના બહિષ્કારની જાહેરાત કરી છે અને આગળની રણનીતિની ચર્ચા કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં એક BLO એ પોતાનો જીવ આપી દીધો છે, જ્યારે પશ્ચિમ પંગાળના જલપાઈગુડીમાં એક BLO એ કથિત રીતે આપઘાત કર્યો હતો. રાજસ્થાનમાં બે ઘટના સામે આવી- સવાઈ માધોપુરમાં એક BLO નું હાર્ટ એટેકથી મોત થયું, જયપુરમાં એક સરકારી સ્કૂલના શિક્ષકે ૧૬ નવેમ્બરે આપઘાત કર્યો હતો. પરિવારનો આરોપ છે કે તે મતદાતા યાદી સાથે જોડાયેલા કામને લઈને દબાવમાં હતા.
તમિલનાડુના કુંભકોણમમાં એક વરિષ્ઠ નાગરિક આંગણવાડી BLO એ કામના ભારણને લીધે ૪૪ ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કેરલના કન્નૂરમાં પણ એક બીએલઓએ SIR ના કામને કારણે જીવનલીલા સમાપ્ત કરી હતી. પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાનમાં ૯ નવેમ્બરે એક SIR નું બ્રેન સ્ટ્રોકથી મોત થયું હતું.