Last Updated on by Sampurna Samachar
એચ. બી. કાપડિયા સ્કૂલમાં યોજાશે CODEAVOUR 7.0
મેમનગર ખાતે આવેલ ધી એચ. બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં મેમનગર ખાતે આવેલ ધી એચ. બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આધુનિક સમય સાથે તાલ મિલાવતા છૈં યુગમાં ધી એચ. બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા છૈં અને રોબોટિક્સ સ્પર્ધાઓમાંની એક CODEAVOUR 7.0 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા થકી વિદ્યાર્થીઓની મગજની ક્ષમતા અને તેમના વિકાસને જાણી શકાશે.

મેમનગરમાં આવેલ HBK શાળામાં રવિવાર (૨૨/૦૩/૨૦૨૬) ના રોજ આ સ્પર્ધા રાખવામાં આવી છે. સવારના ૮:૩૦ થી લઈને સાંજના ૬:૩૦ સુધી ઇચ્છુક લોકો CODEAVOUR 7.0 માં આવી શકશે.
૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે
ધી એચ. બી. કાપડિયા ન્યૂ હાઇસ્કૂલ નવીન તક, ઊંચા લક્ષ્યો અને ઉર્ધ્વ દિશામાં આગળ વધવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધા – CODEAVOUR 7.0 નું ભવ્ય આયોજન કરી રહી છે.
CODEAVOUR 7.0 નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જી્ઈસ્ શિક્ષણને પ્રોત્સાહન આપવું. તર્કશક્તિ વિકસાવવી અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ કરવો. આ સ્પર્ધા વિદ્યાર્થીઓને સાથે મળીને કામ કરવા અને નવીનતા રજૂ કરવાની અનોખી તક આપે છે.
આ કાર્યક્રમમાં ગુજરાતભરની ૨૫થી વધુ શાળાઓમાંથી ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે અને તેમના નવીન વિચારો તથા ટેકનોલોજી સંબંધિત કુશળતાનું પ્રદર્શન કરશે. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા પ્રોજેક્ટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગના ઉપયોગ દ્વારા વાસ્તવિક જીવનની સમસ્યાઓના સર્જનાત્મક અને અસરકારક ઉકેલ પર આધારિત રહેશે.આનંદ નિકેતન સ્કૂલ – શિલજ
આનંદ નિકેતન સ્કૂલ – સેટેલાઇટ
અનંત સ્કૂલ ઓફ એક્સેલન્સ
ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ
એપલ ગ્લોબલ સ્કૂલ
લક્ષ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ
દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ
અમદાવાદ બહારની શાળા
સિગ્નસ વર્લ્ડ સ્કૂલ
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ
લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા
ગુજરાત પબ્લિક સ્કૂલ, અટલાદરા
ફાઉન્ટેનહેડ સ્કૂલ, સુરત
એલ. પી. સાવાણી સ્કૂલ, સુરત
સંસ્કાર ધામ સ્કૂલ
કૌશલ સ્કૂલ, સુરત
આ પહેલ વિશે વાત કરતા, પ્રિન્સિપાલ શ્રીમતી ચંદના દાસે જણાવ્યું કે Codeavour માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ તે એક એવું મંચ છે જ્યાં વિદ્યાર્થીઓ તેમના વિચારોને ટેકનોલોજીના માધ્યમથી અસરકારક ઉકેલોમાં પરિવર્તિત કરી શકે છે. અમે આ મોટા પાયે આયોજન કરવા માટે ખૂબ ઉત્સાહિત છીએ અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને નવીનતા જોવા આતુર છીએ.”
શાળાની આ અનોખી પહેલ ભવિષ્યને અનુરૂપ કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓ તૈયાર કરવાની તેની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે અને શરૂઆતથી જ નવીન વિચારધારાને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમમાં રાજ્યભરના શિક્ષકો, વાલીઓ તેમજ ટેકનોલોજી પ્રત્યે રસ ધરાવતા અનેક લોકોની ઉપસ્થિતિ રહેવાની અપેક્ષા છે.