Last Updated on by Sampurna Samachar
સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારાને ત્યાં દરોડા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ હાલોલમાં GIDC માં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલોલમાં GIDC માં પ્લાસ્ટિકના એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતાં એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. આના પગલે મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં ૫૦ હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. GPCB , નગરપાલિકા, રેવન્યુ સહિત ૧૦ થી વધુ ટીમે કામગીરી નીભાવી છે. પોલીસ બંદોબસ્ત સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આના પગલે હવે તેનું ઉત્પાદન તથા વેચાણ ગેરકાયદેસર છે. તેથી આ આખી પ્રવૃત્તિ ગેરકાયદેસરની બની ગઈ છે, તેથી તેનું ઉત્પાદન અને વેચાણ કરનારા સામે તંત્ર દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરે છે.