Last Updated on by Sampurna Samachar
ઠગિયાએ દિગ્ગજ ફાર્મા કંપની સાથે કરી છેતરપિંડી
સાયબર ઠગે ૨.૧૬ કરોડ પડાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાયબર ઠગોની જાળ હવે કોર્પોરેટ સુધી પહોંચી ગઈ છે. જી હાં, હવે તેનો ભોગ ફાર્મા સેક્ટરની કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ બની છે. આ કંપનીએ એક મોટા કોર્પોરેટ સાયબર છેતરપિંડીનો શિકાર થવું પડ્યું છે. હેકર્સે તેની સાથે જોડાયેલી એક કંપનીના અધિકારીના રૂપમાં પોતાને રજૂ કર્યો અને એક બીજી કંપનીમાં જનાર ૨.૧૬ કરોડ રૂપિયાની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જ્યારે અધિકારીઓને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો, ત્યારે બેંગલુરૂ સિટી સાયબર ક્રાઇમ પોલીસમાં ૫ નવેમ્બરે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે ગ્રુપ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મહેશ બાબુ કે. એ આ ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે જણાવ્યું કે ડો. રેડ્ડીઝ લેબોરેટરી તરફથી તેમને ૨.૧૬ કરોડ રૂપિયા મળવાના હતા, જે તેમના દ્વારા સપ્લાય કરવામાં આવેલા સામાનના બદલામાં હતા. પરંતુ હેકર્સે બંને કંપનીઓ વચ્ચે ઈમેલ વાતચીતને વચ્ચે હેક કરી લીધો.
છેતરપિંડીને અંજામ આપનાર આરોપી વડોદરાનો
પછી હેકર્સે ૩ નવેમ્બરે ડો. રેડ્ડીઝની ફાઇનાન્સ ટીમને એક નકલી મેલ મોકલ્યો હતો. આ નકલી ઈમેલ એક એવા સરનામાથી આવ્યો હતો જે હકીકતમાં અસલી જેવું લાગી રહ્યું હતું. અસલી ઈમેલ હતું, જ્યારે હેકર્સે નવાનો ઉપયોગ કરો. આ ઈમેલમાં ડો. રેડ્ડીઝની ફાઇનાન્સ ટીમને નિર્દેશ આપ્યો કે તે પૈસા એક અલગ બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરી દે. ફાઇનાન્સ ટીમે તેને અસલી સમજી ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા.
બાદમાં જ્યારે ગ્રુપ ફાર્માસ્યુટિકલ્સને આ છેતરપિંડીની જાણ થઈ તો તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે પોલીસ પાસે નકલી ખાતાને ફ્રીજ કરવા અને પૈસા પરત અપાવવાની વિનંતી કરી હતી. હ્લૈંઇ માં તે પણ જણાવવામાં આવ્યું કે આ છેતરપિંડીને અંજામ આપનાર આરોપી ગુજરાતના વડોદરામાં સ્થિત છે.
પોલીસે આ મામલામાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ ૬૬(C) અને ૬૬(D) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કલમોમાં ઓળખની ચોરી અને નકલ દ્વારા છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.