Last Updated on by Sampurna Samachar
અમેરિકામાં કાયદેસર કામ કરનારા ભારતીય પ્રોફેશનલ્સની સ્થિતિ પર નજર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં થોડા દિવસો પહેલાં H-1B વિઝાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. હવે ભારતીય H-1B વિઝા હોલ્ડરની સામે થઈ રહેલાં વિરોધને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. સરકાર અમેરિકામાં ભારતીય H-1B વિઝા ધારકોની સામે વિદેશ મંત્રાલય, IT મંત્રાલય અને કોમર્સ ડિપાર્ટમેન્ટમાં અમેરિકામાં કાયદેસર કામ કરનારા ભારતીય પ્રોફેશનલ્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સરકાર IT અને મેનેજમેન્ટના કર્મચારીઓની પ્રોફાઇલિંગ પર કડક નજર રાખી રહી છે. IT મંત્રાલય સિવાય વિદેશ મંત્રાલય અને વાણિજ્ય વિભાગ દ્વારા પણ ઘટનાક્રમ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
સરકારી સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, એવી સ્થિતિ પેદા ન થવી જોઈએ, જ્યાં અમારા ભારતીય પ્રોફેશનલ્સને અમેરિકામાં રહેવાની મુશ્કેલી ઊભી થાય. સરકાર આ વિશે ચિંતિત છે. IT મંત્રાલય પણ સ્થિતિને સમજવા માટે મોટી સોફ્ટવેર કંપનીઓના ફીડબેક લઈ રહી છે. IT મંત્રાલયે અમેરિકન કંપનીઓને પૂછ્યું કે, ગ્રાઉન્ડ પર આ વિઝાને લઈને શું સ્થિતિ છે.
IT મંત્રાલય જમીની સ્તર પર સ્થિતિ સમજવા માટે મોટી સોફ્ટવેર કંપનીની સાથે-સાથે નેસકૉમ જેવા ઇન્ડસ્ટ્રીથી ફીડબેક લઈ રહ્યો છે. સરકારી સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમારી સ્પર્ધાત્મક સ્થિતિને અસર ન થાય. નિશ્ચિત રૂપે અન્ય કારણોને કાયદાકીય માળખાના રસ્તામાં ન આવવું જોઈએ, અમે નથી ઈચ્છતા કે, ભારત-અમેરિકાની વચ્ચે કાયદાકીય માળખામાં કોઈ બહારના કારણોસર તકલીફ ઊભી થાય. અમેરિકાની તરફથી પણ આ ન થવું જોઈએ.’ સરકાર એ વાત પર પણ નજર રાખી રહી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા બાદ અમેરિકન વિઝા નીતિ, વિશેષ રૂપે IT અને ટેક્નોલોજી, સંચાલન અને અન્ય યોગ્ય પ્રોફેશનલ માટે કેવી રીતે વિકસિત થાય છે. H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. તે ઉચ્ચ શિક્ષિત વિદેશી વ્યાવસાયિકોને વિશિષ્ટ વ્યવસાયોમાં કામ કરવાની મંજૂરી આપે છે. આ વ્યવસાયો માટે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રીની જરૂર છે. આ વિઝા માટે સૌથી વધુ અરજીઓ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અને મેડિકલ સાયન્સ જેવા ક્ષેત્રોમાં આવે છે.