Last Updated on by Sampurna Samachar
બંને દેશ વચ્ચેના તણાવ વચ્ચે બાબા રામદેવનુ વિવાદિત નિવેદન
બાબા રામદેવે પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર ગણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત – પાકિસ્તાનના તણાવ વચ્ચે બાબા રામદેવે કહ્યું છે કે, હવે પાકિસ્તાન અને કરાચીમાં ગુરુકુળ બનાવવાની જરૂર છે. યોગ ગુરુ બાબા રામદેવ (RAMDEV) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બાબા રામદેવે પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર ગણાવીને તેના પર નિશાન સાધ્યું છે.

યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે, મને લાગે છે કે થોડા દિવસોમાં આપણે કરાચી અને લાહોરમાં ગુરુકુળ બનાવવું પડશે. પાકિસ્તાન પોતાની મેળે જ વિખેરાઈ જશે. પશ્તુન અને બલૂચિસ્તાનના લોકો તેમની સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની હાલત વધુ ખરાબ છે. તેની પાસે ભારત સામે લડવાની તાકાત નથી. તે યુદ્ધમાં ચાર દિવસ પણ ભારત સામે ટકી શકે તેમાં નથી. આવી સ્થિતિમાં, તેની પાસે ભારત સામે લડવાની તાકાત ક્યાં છે ?
સનાતન અને બંધારણ પર કરી વાત
આ પહેલા બાબા રામદેવે સનાતન અને બંધારણ પર વાત કરી હતી અને કહ્યું હતું કે આપણી પાસે લોકશાહી બંધારણ છે, અમને તેના પર પૂર્ણ વિશ્વાસ છે પરંતુ અમે આપણા સનાતનને પણ માન આપીએ છીએ. એટલા માટે અહીં કોઈ સંઘર્ષ નથી. એક તરફ આપણો વૈદિક ધર્મ સર્વોચ્ચ છે અને બીજી તરફ રાષ્ટ્રીય ધર્મ પણ સર્વોચ્ચ છે.