Last Updated on by Sampurna Samachar
સરકારે ફીમાં ૧૦ ટકાનો મોટો વધારો લાગુ કર્યો
હવે ૫૦ રૂપિયા ચૂકવવા પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક તરફ લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. મોંઘવારીને કારણે લોકો જાણી શકતા નથી કે કઈ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. હવે ગુજરાતમાં જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવવું મોંઘુ બનશે. કારણ કે, સરકારે જન્મ અને મૃત્યુ નોંધણી ફીમાં ૧૦ ટકાનો મોટો વધારો લાગુ કર્યો છે.
૨૭ ફેબ્રુઆરીથી જન્મ-મરણની નોંધણીમાં ફી વધારી દેવાનો ર્નિણય અમલમાં આવ્યો છે.મરણનું પ્રમાણપત્ર બનાવવાની ફી ૫ રૂપિયાથી વધારીને ૨૦ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે જન્મ પ્રમાણપત્ર માટે, જે પહેલા ૧૦ રૂપિયા હતું તેના હવે ૫૦ રૂપિયા ચૂકવવા પડશે.
ફીમાં વધારો ૧૦ ટકા સુધીનો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકારે જરૂરી જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર બનાવવાની ફીમાં વધારો કર્યો છે. આ ફીમાં વધારો ૧૦ ટકા સુધીનો છે. પહેલા મૃત્યુ પ્રમાણપત્ર બનાવવાની ફી માત્ર ૫ રૂપિયા હતી. જે સીધો વધારીને ૨૦ રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે, જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે જે પહેલા ૧૦ રૂપિયાનો ખર્ચ થતો હતો, હવે ૫૦ રૂપિયા ચૂકવવા પડશે.
આ ઉપરાંત, સરકારે નોંધણી નિયમોમાં પણ કેટલાક ફેરફારો કર્યા છે. જો કોઈ વ્યક્તિ ૩૦ દિવસની સમય મયાર્દા પછી જન્મ કે મૃત્યુ નોંધણી કરાવે છે, તો તેણે હવે લેટ ફી ચૂકવવી પડશે. પહેલા આ લેટ ફી માત્ર ૧૦ રૂપિયા હતી, જેને વધારીને ૫૦ રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં, જો નોંધણીમાં એક વષર્થી વધુ સમય માટે વિલંબ થાય છે, તો ૧૦૦ રૂપિયા ફી ચૂકવવી પડશે. આટલા વિલંબ સાથે નોંધણી કરાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પણ ફરજિયાત રહેશે.