Last Updated on by Sampurna Samachar
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને FBI નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાની સર્વોચ્ચ તપાસ એજન્સી FBI ના અધ્યક્ષ બનેલા કાશ પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમેરિકાની ધરતી પર રહીને આટલા ઉચ્ચ પદે પહોંચ્યા બાદ પણ પોતાના સંસ્કાર ન ભૂલનારા કાશ પટેલની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. તેમણે અમેરિકામાં માતા પિતાને પગે લાગીને પદ સંભાળ્યું છે. તેઓ FBI ચીફ પદ માટેના કન્ફર્મેશન હિયરિંગમાં પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા જ સૌથી પહેલા માતા-પિતાને પગે લાગ્યા હતા. આ સાથે બહેનને પણ ગળે મળ્યા હતા. ત્યારબાદ તેઓ સેનેટની જ્યુડિશિયલ કમિટી સામે બેઠા હતા.
કાશ પટેલે સંબોધન કરતા પહેલા માતા પિતાનો પરિચય કરાવ્યો હતો અને જયશ્રીકૃષ્ણ કહીને તેમનું અભિવાદન કર્યું હતું. વિદેશી ધરતી પર પોતાના સંસ્કારોને સાથે લઈને ચાલનારા કાશ પટેલની પ્રશંસા થઈ રહી છે. મહત્વનું છે કે, કાશ પટેલનું મૂળ નામ કશ્યપ પટેલ છે. તેમનો પરિવાર મૂળ વડોદરાનો નિવાસી છે. ૧૯૭૦ માં તેમનો પરિવારે અમેરિકા ગયો હતો. જોકે અમેરિકામાં જન્મેલા કાશ પટેલ આજે સૌથી મોટી તપાસ એજન્સીના વડા બન્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અત્યંત નજીકના માનવામાં આવે છે.
અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર પદ માટે ભારતીય મૂળના કાશ પટેલની સેનેટ સમક્ષ રજૂ થયા હતા. સેનેટ સમક્ષ સુનાવણી પહેલા કાશ પટેલે ભારતીય પરંપરા મુજબ પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. પછી તેની બહેનને ગળે મળ્યા હતા. ત્યારે તેમના આ સંસ્કાર જોઇ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે આ પહેલીવાર છે જ્યારે કોઈએ સેનેટની સામે તેના માતા-પિતાના પગને સ્પર્શ કર્યો હોય. તેના આ સંસ્કારી પગલાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.
FBI ચીફના પદ માટે નોમિનેટ થયેલા કાશ પટેલ જ્યારે કન્ફર્મેશન હાયરિંગ માટે સેનેટ જ્યુડિશિયરી કમિટી સમક્ષ હાજર થયા ત્યારે તેમણે પોતાના માતા-પિતાનો પણ ખાસ રીતે પરિચય કરાવ્યો હતો. કાશ પટેલે કહ્યું, “સૌથી પહેલા હું મારા પિતા પ્રમોદ અને માતા અંજનાનું સ્વાગત કરવા માંગુ છું. તેઓ અહીં બેસ્યા છે. મારા ખાસ દિવસે અહીં મારી સાથે રહેવા માટે તે ભારતથી પ્રવાસ કર્યો છે. તેની સાથે મારી બહેન નીશા પણ અહીં છે. મારા ખાસ પ્રસંગમાં હાજરી આપવા માટે તેઓ સમુદ્ર પાર કરીને પણ અહીં આવ્યા છે. તમે લોકો આજે અહીં મારી સાથે છો તે મારા માટે મોટી ક્ષણ છે. જય શ્રી કૃષ્ણ.”
કાશ પટેલના માતા-પિતા ૭૦ના દાયકામાં યુગાન્ડાથી કેનેડા આવ્યા હતા. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં જન્મેલા કાશ પટેલ પોતાની મહેનત અને ક્ષમતાના આધારે અમેરિકન રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું. તેમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે. અમેરિકામાં FBI ડાયરેક્ટર તરીકે નામાંકિત થયા બાદ ઉમેદવારે પુષ્ટિ માટે સેનેટ સમક્ષ હાજર થવું પડે છે.