Last Updated on by Sampurna Samachar
અમેરિકામાં ગુજરાતીએ ફાર્મસી કંપની કરી મસમોટુ કૌભાંડ આચર્યુ
સરકારે ફટકાર્યો ૨ મિલિયન ડોલરનો દંડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં એક ગુજરાતીએ કલ્પના કરી શકાય તેવું કૌભાંડ આચર્યું હોવાના સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે ફાર્મસી કંપની ચલાવતા સુભાષ પટેલે ૨૦ લાખ ડોલરની મસમોટી રકમનું કૌભાંડ કર્યું. જેથી આ ગુજરાતી પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુભાષ પટેલની ફાર્મસી કંપની ૨ મિલિયન ડોલરની રકમ સરકારને કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી સુભાષ પટેલ સુનિલ ફાર્મસી નામની કંપનીનો માલિક છે. તે ઉત્તરી લિબર્ટીઝમાં હાસમેન ફાર્મસી ચલાવે છે. તેની કંપનીએ મેડિકેડક અને મેડિકેસમાં મોટી છેતરપીંડી કરી હોવાનું ખૂલ્યું છે. રાજ્યના એટર્ની જનરલે તેમને દોષિત ઠેરવ્યા છે.
પેશન્ટ્સને ખતરામાં મૂકીને કાયદો તોડી આર્થિક લાભ મેળવ્યો
સુભાષ પટેલ પર કડક કાર્યવાહી કરતા, તેના ફાર્મસીને કોઈ પણ પ્રકારની મેડિકલ સુવિધા આપવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનું લાઈસન્સ ૫ વર્ષ માટે સસ્પેન્ડ કરાયું છે. સ્ટેટના એટર્ની જનરલે જણાવ્યું છે, તેમણે એમ પણ કહ્યું હતું કે આ ફર્મે પેશન્ટ્સને ખતરામાં મૂકવાની સાથે કાયદાનો ભંગ કરી આર્થિક લાભ મેળવવા માટે આ કાંડ કર્યો હતો.
સુભાષ પટેલની ફાર્મસી દ્વારા દર્દીઓને વેચવામાં આવતી HIV દવાઓ યોગ્ય રીતે માન્ય અને અસુરક્ષિત ન હોવા છતાં, તેમણે દવાઓ વેચીને નફો કર્યો. કારણ કે અધિકૃત વિક્રેતાઓ પાસેથી ખરીદેલી દવાઓ વધુ મોંઘી હોય છે. તેના પર માર્જિન ઓછું હોય છે. જ્યારે અનધિકૃત માધ્યમો દ્વારા ખરીદેલી દવાઓનું માર્જિન વધારે હોય છે. જેના કારણે સુભાષ પટેલે આ યુક્તિ રમી હોય તેવું શક્ય બને છે.
હાલમાં સુભાષ પટેલની માલિકીની હુસમેન ફાર્મસી ફિલાડેલ્ફિયાની સૌથી જૂની ફાર્મસી હોવાનું માનવામાં આવે છે. જે એક જર્મન ઇમિગ્રન્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જોકે સુભાષ પટેલે ફાર્મસી ક્યારે ખરીદી હતી તે અંગે કોઈ વિગતો ઉપલબ્ધ નથી. સુભાષ પટેલની હસમેન્સ ફાર્મસી હાલ બંધ છે, તેમની માલિકીની વેસ્ટ ગિરાર્ડ હેલ્થ ફાર્મસી, ઈસ્ટ લેહિગ હેલ્થ ફાર્મસી, ફ્રેન્કફોર્ડ હેલ્થ ફાર્મસી તેમજ વોલનટ ફાર્મસીને પણ હાલ તાળાં વાગી ગયા છે.