ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા ૧૩ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશેવિલે અને સાયબર સિક્યુરિટી બિઝનેસના સ્થાપક અને મેનેજર બાળકોના જાતીય શોષણ અને બાળ પોર્નોગ્રાફી સંબંધિત બહુવિધ આરોપો પર ફેડરલ કોર્ટમાં હાજર થવાનું ફરમાન પાઠવવામાં આવ્યું હતુ જ્યાં ૩૫ વર્ષીય અનુજ દિનેશકુમાર પટેલને ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા ૧૩ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. નોર્થ કેરોલિનામાં કમ્પ્યુટર રીપેર અને સેલ્સ કંપની ચલાવતા અનુજ પટેલ નામના એક ગુજરાતીની નીચ કક્ષાનું કૃત્ય કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હોવાનું સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે.
અનુજ પટેલ પર અશ્લિલ વીડિયો બનાવવા અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બાળકોનું જાતીય શોષણ, સ્ત્રીની બળજબરી અથવા પ્રલોભન, બાળ પોર્નોગ્રાફી બનાવતી અથવા સમાવિષ્ટ સામગ્રીને લગતી કેટલીક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનુજ પટેલને હાલમાં બનકોમ્બે કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. આઠ આરોપો તો જાણી જોઈને કર્યા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે