સામાન્ય બાબતે કોઈની હત્યા કરી દેવી હવે સામાન્ય બની ગયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં હત્યા કરાતા ચકચાર મચવા પામી છે. નજીવી બાબતે આશાસ્પદ યુવકની કરપીણ હત્યા કરી હત્યારે ફરાર થઈ ગયો છે. ડિંડોલી પોલીસે આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
સામાન્ય બાબતે કોઈની હત્યા કરી દેવી હવે સામાન્ય બની ગઈ છે, જે પહેલા અસામાન્ય ગણાતું હતું. સુરત શહેરના ડિંડોલીમાં પણ આવી જ એક ઘટના બની છે. ડિંડોલીમાં નાસ્તાના રૂપિયા માંગતા લકી નામના યુવકની ચપ્પાના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ છે. હત્યા થતાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. લોકોને ઘટના અંગે પૂછવામાં આવી રહ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.