બંને આરોપીઓ સામે ૩.૭૫ લાખની લાંચ માંગવાનો ગુનો નોંધાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કપડવંજમાં લાંચના કેસમાં તત્કાલિન ASI અને પોલીસ કર્મી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કપડવંજ ટાઉન પોલીસ મથકે વર્ષ ૨૦૨૩માં નાણા ધિરવા અંગેના બે ગુનાઓ પોલીસ મથકે નોંધાયા હતા. ત્યારબાદ ફરિયાદી તથા તેમના પતિ તથા પુત્ર વિરૂધ્ધ આ પ્રકારના આક્ષેપોવાળી બીજી ચાર અરજીઓ કપડવંજ ટાઉન પોલીસ મથકે આવતા આ અરજીઓ ઉપરથી બીજા ગુનાઓ દાખલ નહીં કરવા ટાઉન પોલીસ મથકના ASI તથા આ લોકો એ રૂા. ૧૦ લાખની લાંચની માંગણી કરી હતી. જે સંદર્ભે આરોપીએ કઇંક રકમ ઓછી કરવા રકઝક કરતાં અપોકોએ રૂા. ૪ લાખની માંગણી કરી હતી. જે સંદર્ભે આરોપીએ તેમના પતિ સાથે ASI ના રહેણાંક મકાન ખાતે તા.૧૪-૨-૨૩ના રોજ મળવા માટે બોલાવી બન્ને પોલીસ કર્મચારીઓએ ગુના દાખલ નહીં કરવા બાબતે વાતચીત કરી રૂ. ૪ લાખની માંગણી કરી હતી.
જે અંતર્ગત આરોપીએ રૂા. ૨૫,૦૦૦ ઓછા કરવા જણાવતા રકઝકના અંતે રૂા. ૩.૭૫ લાખ લાંચ પેટે લેવાનું નક્કી કરતાં આરોપીએ આ અંગે નડિયાદ ACB કચેરીએ બે પોલીસ કર્મી વિરૂદ્ધ અરજી આપી હતી. જે સંદર્ભે ACB પોલીસે લાંચનુ છટકું ગોઠવ્યું હતું. પરંતુ આ છટકુ નીષ્ફળ નીવડ્યું હતું. આ સંદર્ભે નડિયાદ એસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમીક તપાસમાં બન્ને પોલીસ કર્મચારીઓએ ફરિયાદી સાથે લાંચની લેતીદેતી સબંધે હેતુલક્ષી વાતચીત કરી હોવાના દસ્તાવેજી પુરાવા તથા વૈજ્ઞાનિક અને સાંયોગીક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું ફલીત થયેલ છે. નડિયાદ ACB ના PI એ સરકાર તરફે બે પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.